ગુજરાતથી દિલ્હી જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટ્રેનને વગર કારણે રોકી ભાજપે 8 કલાક મોડી કરાવ્યાનો આરોપ
દિલ્હીમાં થયેલા વિકાસના કામોના દર્શન કરાવવા ગુજરાતના 1500 કાર્યકરોને ખાસ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યાં છે. ગતરોજ સુરત સહિતના વિસ્તારોમાંથી કાર્યકરો ટ્રેન મારફતે દિલ્હી જવા નીકળ્યાં છે. ત્યારે આ ટ્રેનને અલગ અલગ સ્ટેશનો પર વગર કારણે રોકવામાં આવી રહી હોવાથી ટ્રેન 7થી 8 કલાક મોડી પડી રહી છે. જેથી આપ દ્વારા આ ટ્રેન મોડી પડવાની બાબતને ભાજપ કરાવી રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
અજમેર ટ્રેનને પહોંચતા ખૂબ મોડું થયું
આપ પાર્ટીના દક્ષિણ, મધ્ય અને ઉતર ગુજરાત ઝોનના પદાધીકારીઓ ગઇકાલે પ્રથમ તબક્કામાં સુરતથી સ્ટેશનથી ટ્રેનમાં બેઠા બાદ વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી બેસવાના હતા તેવા વખતે ટ્રેનનો જે નિયત સમય હતો તેના કરતા મોડા-મોડા ટાઇમ પર પહોચાડવામાં આવી ગઇકાલે બપોરે 1:30 સુરતથી નિકળેલ ટ્રેન હાલ અજમેર પહોચી છે જે ટ્રેન આજે વહેલી સવારે અજમેર પહોચવાની હતી એટલે કે જ્યારે દિલ્હીની અરવિદં કેજરીવાલજી ની સરકાર પોતાના કાયોઁ ગુજરાતના પદાધીકીરીઓ ને દશાઁવી રહી છે.
ભાજપ પર આરોપ
ભાજપના પેટમાં તેલ રેડાયુ છે કે અમો 27 વર્ષથી શાસનમાં હોવા છતા પણ દિલ્હી સરકારના 7 વર્ષની સરખામણીમાં કામો નથી કરી શકી. જે બાબતનો ઢાકપીછાડો કરવા માટે ભાજપ પાસે હવે કોઇ રસ્તો નથી બચ્યો. અટલે આ પ્રકારની હરકત અને રાજકારણ કરીને યેનકેન પ્રકારે AAP ના દિલ્હી જઇ રહેલા પદાધીકારીઓ ને હેરાન-પરેશાન કરવાનો કારસો રચી પોતાની માનસીકતાના દર્શન કરાવ્યા હોવાના આરોપ મુકાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..