ભાજપના આંતરિક સરવેમાં ચોંકાવનારી વિગતો આવી સામે: AAPને ગાંધીનગરમાં આટલી સીટ મળવાનું અનુમાન

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મળી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અલગ-અલગ શહેરો ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી હતી. જન સંવેદના મુલાકાત થકી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી પહોંચી રહી છે. તો બીજી તરફ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીની સાથે જોડાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમીનું કદ વધી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીને લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને તેની સામે ભાજપની ચિંતામાં વધારો થયો છે. તો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા નવા મંત્રીઓની ફોજને ગાંધીનગરમાં અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર માટે ઉતારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ત્યારે ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના ભાજપના આંતરિક સરવેમાં આમ આદમી પાર્ટીને 26થી 30 બેઠકો મળવાનું અનુમાન છે. તેને લઈને ભાજપ પ્રદેશ સંગઠનની ચિંતામાં વધારો થયો છે.

youtube.com

તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તેવામાં હવે તમામ પાર્ટીઓ અંતિમ ચરણનો પ્રચાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એવી પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે, ભાજપ દ્વારા એક ખાનગી સરવે કંપનીને કામે લગાવવામાં આવી હતી અને લોકોનું મૂળ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. આ સરવેમાં એવું તારણ સામે આવ્યુ છે કે, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીને 26થી 30 બેઠકો મળી રહી છે.

આ સરવેમાં એવી માહિતી સામે આવી છે કે, ભાજપને 3થી 4, આમ આદમી પાર્ટીને 7 થી 8 અને કોંગ્રેસને 1થી 2 વોર્ડમાં જીત મળી રહી છે. એટલે કે ભાજપના 12થી 14, કોંગ્રેસના 6થી 8 અને આમ આદમી પાર્ટીના 26થી 30 ઉમેદવારોની જીત થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સરવેના તારણો બાદ જ ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ તેમના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર બનાવે એટલી બહુમતી સાથે ચૂંટાઈ રહી છે. આમ આદમી પાર્ટીની છાપ છબી અને કામ દિલ્હીમાં સારા છે. ગાંધીનગરના ભણેલા-ગણેલા અને મહેનતુ લોકો આ બાબત જાણે છે, તેઓ આમ આદમી પાર્ટીની કામગીરી થી પરિચિત છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભણેલા-ગણેલા છે. અમારા ઉમેદવારોએ કોરોનાની મહામારીમાં લોકોની વચ્ચે રહીને તેમને જે મદદ થાય તે મદદ કરવાનું કામ કર્યું છે. એટલે અમારા ઉમેદવારને લોકો ઓળખે છે. ભાજપ પાસે કાળા પૈસાની તાકાત છે. એટલે હું આજની તારીખે એવું કહું કે આમ આદમી પાર્ટીને 28થી લઈને 32 સીટ મળવાપાત્ર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો