અમારી પાર્ટીએ વર્ષો જૂના પક્ષોને હંફાવ્યા, ખુદ મુખ્યમંત્રીને રોડ શૉ કરવો પડ્યો, એજ ‘આપ’ની જીત: ઇટાલિયા

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. કોર્પોરેશનની કુલ 44 બેઠકોમાંથી 41 ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 2 બેઠકો આવી છે. આ સિવાય પ્રચાર વખતે ખૂબ ગાજેલી આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક મેળવીને સંતોષ માનવો પડ્યો છે. ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધીને હારનો સ્વીકાર કર્યો છે.

ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે,“ગાંધીનગરની જનતાના જનાદેશને અમારી પાર્ટી સ્વીકારે છે. આમ આદમી પાર્ટીએ વર્ષો જૂના પક્ષોને બરાબરના હંફાવ્યા છે. અમે વર્ષો જૂની પાર્ટીને ટક્કર આપવામાં સફળ રહ્યાં છીએ.

ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૉડ શૉ કરવો પડ્યો, તેજ અમારી જીત છે. અમને ગાંધીનગરની જનતાનો વિશ્વાસ મળ્યો છે.”

આ સાથે જ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ગાંધીનગરના મતદાતાઓનો અભાર માનતા જણાવ્યું હતું કે, અગાઉ મતદાનના દિવસે પણ ગોપાલ ઈટાલિયાએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આ વખતે પરિવર્તન આવી રહ્યું છે. લાખો લોકો ઝાડુને મત આપીને એક સ્વચ્છ રાજનીતિ તેમજ પરિવર્તનની રાજનીતિને સપોર્ટ કરી રહ્યાં છે.

બીજી તરફ ચૂંટણી પરિણામો બાદ ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષમાં કહ્યું હતું કે, જે ગાજ્યા હતા, તે વરસ્યા જ નહીં. ગુજરાતમાં ત્રીજી પાર્ટીનું કોઈ સ્થાન જ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો