અમદાવાદમાં યુવકને પાડોશી ભાભી સાથે થયું ‘ILU-ILU’, કર્યો મોબાઈલ ગીફ્ટ, પતિને જાણ થતા જ જોવા જેવી થઈ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો હોવાની ઘટના સામે આવી છે. એક યુવક ને થોડા મહિનાઓ પહેલા સોસાયટીમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે ફોન તેને આપ્યો હતો. જે વાતની જાણ પરિણીતાના પતિને થતા તે આ યુવકને મોબાઈલ ફોન બાબતે પૂછવા ગયો હતો. સાથે કેટલાક લોકોને લઈને ગયો હતો. યુવકે પોતે આ ફોન આપ્યો હોવાનું કહેતા જ લોકો તેની પર તૂટી પડ્યા અને લાકડીઓ થી માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નરોડામાં રહેતો 31 વર્ષીય યુવક ગાંધીનગર ખાતે ફર્નિચરની દુકાન ધરાવી વેપાર કરે છે. વર્ષ 2021 થી આ યુવકને સોસાયટીમાં રહેતી જ પરિણીતા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. બાદમાં પરિણીતાના પતિને પત્નીના આડા સબન્ધ ની જાણ થતાં યુવક અને તેની પ્રેમિકા ના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. યુવકે આ પ્રેમ સબન્ધ દરમિયાન પરિણીત પ્રેમિકા ને મોબાઈલ ફોન પણ આપ્યો હતો. સોમવારે આ યુવક તેના બ્લોકના ધાબે ઉભો હતો. ત્યારે તેની પ્રેમીકાનો પતિ અને અન્ય લોકો ત્યાં આવ્યા હતા. પરિણીતાના પ્રેમીને તેના પતિએ મોબાઈલ ફોન બાબતે પૂછ્યું હતું. જેથી યુવકે આ ફોન તેણે જ્યારે પરિણીત પ્રેમિકા સાથે સબંધ હતો ત્યારે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

આ વાત જાણતા જ પરિણીત પ્રેમિકા ના પતિ સહિતના લોકો યુવક પર તૂટી પડ્યા હતા. યુવકને આ બાબતની દાઝ રાખી માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. કેટલાક શખસોએ તો લાકડીઓથી માર મારી આ યુવકને લોહી કાઢી નાખ્યું હતું. તાત્કાલિક યુવકને હોસ્પિટલમાં ખસેડતા તેને પાંચ ટાકા આવ્યા હતા. અને બરડા માં પણ મૂઢ માર વાગ્યો હતો.

આ મારામારી દરમિયાન યુવકની સોનાની ચેઇન, રોકડા અને મોબાઈલ ફોન પણ ક્યાંક પડી ગયા હતા. સમગ્ર બાબતે યુવકે પોલીસને જાણ કરતા નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો