પશુપાલકની સમયસૂચકતાથી ટળી દુર્ઘટના: દાહોદનાં બકરાં ચરાવતા યુવકે મોટો ટ્રેન અકસ્માત રોક્યો, બે કિલોમીટર દૂરથી લાલ કપડું ફરકાવતા ટ્રેન ઊભી રહી
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પશુપાલકની સમય સુચકતા અને સમજદારીના કારણે મોટો ટ્રેન અકસ્માત અટક્યો છે. ટ્રેન અકસ્માત અટકાવનાર યુવકે જણાવ્યું હતું કે ‘બપોરે 12 વાગે હું પાટા પાસે બકરાં ચરાવી રહ્યો હતો. દેહરાદુન એક્સપ્રેસ ફુલ સ્પીડે નીકળ્યા બાદ અવાજ મોટેથી આવ્યો હતો. નજીક જઇને જોયું તો પાટાના બે ટુકડા થઇ ગયા હતાં. આ બાબતની રેલવે કર્મચારીઓને જાણ કરવા મંગલમહુડી તરફ પાટા ઉપર જ ત્રણ કિમી સુધી ગયો હતો. કોઇ કર્મી નહીં જોવાતા ગામમાં પરત આવીને બાપા દીપસિંહને પાટુ ટુટી ગયુ હોવાની જાણ કરી હતી. તેમણે રેલવે કર્મીઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન ના લાગ્યો.’
વધુમાં તેઓ જણાવે છે કે, ‘પાંચેક મીનીટ બાદ બાપા લાલ કપડુ લઇને જગા અને પાટુ ટકેલુ છે ત્યાંથી બે કિમી દુર્ ઉભો થઇ જા. કોઇ પણ ટ્રેન આવે તો લાલ કપડુ બતાવજે. તેમણે કહેવા સાથે જ ફરીથી મંગલમહુડી તરફ દોડી ગયો. બપોરે 1.20 વાગે એક માલગાડી આવી તો જોર-જોરથી કપડુ લાવ્યું હતું. જે જોઇને ડ્રાઇવરે ગાડી રોકી દીધી હતી. મારાથી પુછપરછ કર્યા બાદ ડ્રાઇવરે સાથે આવીને ટકેલુ પાટુ જોઇને કોઇને જાણ કરવા લાગ્યા હતાં. થોડી વાર રોકાયા બાદ હું ત્યાંથી પાછો આવ્યો હતો.’’ આ શબ્દો કોરિયાના 25 વર્ષીય રાકેશ બારિયાના છે.’
તેણે સમજદારી અને તત્પરતા બતાવીને 21 ફેબ્રુઆરીએ બપોરે દિલ્હી-મુંબઇ રેલવે લાઇન પર કિમી 521/12 મંગલમહુડી – ઉસરા રેલવે સ્ટેશન વચ્ચે મોટો ટ્રેન અકસ્માત થતો રોકી લીધો હતો. રાકેશે ઉમેર્યું હતું કે, પિતા સમયસર લાલ કપડુ લઇને ઉભા રહેવાનું નહીં કહેતા તો કદાચ અકસ્માત થતો. પિતા પહેલાં રેલવેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી ચુક્યા છે, તેમનો અનુભવ કામે લાગ્યો. દીપસિંહ કોરિયાના પૂર્વ સરપંચ છે. પરિવારમાં માં હનીબેન અને અમે બે ભાઇ છીયે. રેલવેના સ્ટાફે દોડી આવીને 2 કલાકમાં પાટાનું રિપેર કરી નાખ્યું હતું.
રાકેશને 5 હજારનું રોકડ ઇનામ અપાયુ
માલગાડીને અકસ્માતથી બચાવનાર રાકેશ અને દીપસિંગને રતલ મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તાએ ગુરુવારે રતલ લેવડાવ્યા હતાં.રાકેશને પાંચ હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..