છોટાઉદેપુરમાં વિકાસના નામે મીંડું!: 108 સુધી પહોંચવા રાતે 4 વાગે પ્રસૂતિની પીડા સાથે મહિલાએ પાણીમાં ડૂબી ગયેલા કોઝવે પર ચાલીને જવું પડ્યું

છોટાઉદેપુરના નસવાડીના ચંદનપુરા ગામની લીલાબેન ભીલને પ્રસૂતિનો દુખાવો ઉપડતા રાતના 4 વાગે દાદા શાંતિ ધોળજી ભીલ રાજપુરા ગામે આશા બહેનને બોલાવવા ગયા હતા. આશાબેન પણ નદીના પાણી ઉતરીને ચંદનપુરા આવી હતી. અને 108ને ફોન કરી બોલાવાઈ હતી. પરતું ચંદનપૂરા ગામમાં 108 આવી શકી ન હતી. કારણ કે ગામ પહેલા આવતા લો લેવલ કોઝવે પર પાણી હતું અને કોઝવે પર મોટા ખાડા હોવાથી 108 મહિલાને ઘરે જઈ શકે તેમ ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જેને લઈ દુખાવો હોવા છતાં મહિલાને આશા બહેન અને તેના પતિ, દાદા, દાદી સાથે 160 ડગલાં ચાલી કોઝવે ઉપરના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. કોઝવે પર રાતના 4:30 કલાકે દાદાએ બેટરી મારી ખાડામા ન પડે તે રીતે પાણીમાંથી પ્રસૂતાને પસાર કરી હતી. તે જ સમયે સગર્ભા હિંમત હારી ગઇ હતી, પરંતુ આશા બહેને હિંમત આપી હતી અને કોઝવે આગળના રસ્તે ઉભી રહેલી 108માં બેસાડી હતી.

જોકે સગર્ભા હજુ 1 કિલોમીટર દૂર દવાખાને પહોંચે તે પહેલાં જ તેણે બાળકને 108માં જન્મ આપ્યો હતો. આઝાદીના વર્ષો બાદ પણ સુવિધાના અભાવે આ પરિસ્થિતિમાં આદિવાસી ગ્રામજનો જીવી રહ્યા છે, જે તંત્રના વિકાસની વરવી વાસ્તવિકતા છે.

કોઝવે પર એક ફૂટ પાણી અને મોટા ચાર ખાડા હોવાથી 108 ગામમાં રાતે ન આવી
રાજપુરા ગામમાં નદી પસાર કરી ચાલતો ગયો. આશા બહેનને બોલાવી લાવ્યો. ચંદનપુરા મારા ઘર સુધી 108 ન આવી. કોઝવે પર ખાડા હોઇ બેટરીના અજવાળે જીવના જોખમે મારી છોકરીને હિંમત આપી બધા પસાર થયા. બહું મુશ્કેલી ભોગવીએ છીએ. અડધી રાત્રે આવું થાય. વિચારો શું આવા દિવસો જોવા અમે જીવી રહ્યા છે?- શાંતિભાઇ ધોળજીભાઇ ભીલ, સગર્ભાના દાદા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો