દારૂની બદી દૂર કરવા અનોખી પહેલ: અમરેલીના દેવળીયા ગામના મહિલા સરપંચે દારૂનું વેચાણ કરનારા અને દારૂ પીનારાઓની માહિતી આપનારને 500 રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ગુજરાતમાં દારૂબંધી અમલી છે પરંતુ, રાજ્યનો ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે કે જ્યાંથી દારૂ ન ઝડપાતો હોય. દારૂબંધીની અમલવારી વચ્ચે પણ અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં દારૂનું દૂષણ ફેલાયેલું હોય ગામના મહિલા સરપંચે આ બદી દૂર કરવા કમર કસી છે. મહિલા સરપંચે ગામમાં બેનર લગાવી દારૂનું વેચાણ કરનારા અને દારૂ પીનારાઓના નામ આપવાની અપીલ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા નામ આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખી તેને 500 રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે. દારૂબંધીના કડક માટે અનોખો નિર્ધાર કરી મહિલા સરપંચે અન્ય ગ્રામપંચાયત અને તેના સરપંચોને નવી રાહ ચીંધી છે.

અમરેલી તાલુકાનું દેવળીયા ગામ નાનકડું ગામ છે. અહીં દારૂનું દૂષણ વધતા મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતની બોડી આગળ આવી છે. ગામમાં જાહેરમાં પોસ્ટરો લગાવ્યા છે જે પોસ્ટરમાં લખ્યું છે કે, ગામના દરેક સમાજના નાગરિકોને વિનંતી કે દેવળીયા ગામ હદ વિસ્તારમાં કોઈ પણ ઇસમ દારૂની ભઠી કે વેચાણ કરતો હોય અથવા દારૂ પી દંગલ મચાવતો હોય તો અમોને જાણ કરવી. અમો ઉચ્ચ પોલીસ અધિકારીઓ LCB,SOG અને તાલુકા પોલીસની મદદથી સંપૂર્ણ દારૂની બદી ડામી તત્પર છીએ તેમજ માહિતી આપનાર નું નામ ગુપ્ત રખાશે અને 500 રૂપિયા સરપંચના ફંડ માંથી ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત આજે કરી છે.

દારૂની બદી સાથે જોડાયેલા લોકોના નામ પોલીસને અપાશે
મહિલા સરપંચ ભાવનબેન નાથાલાલ સુખડીયાએ કહ્યું હતું કે, તેઓ દ્વારા ગામમાં દારૂનું સેવન કરનારા અને દારૂનું વેચાણ કરનારાઓના નામ એકત્ર કરી યાદી બનાવશે અને પોલીસને સોંપશે. મહિલા સરપંચના આ પ્રયાસને ગામના અને આસપાસના અન્ય ગામના લોકો પણ બિરદાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો