ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ ભરૂચમાં મહિલાનો જીવ લીધો, એક્ટિવા લઈને નીકળેલી મહિલાનું ગળું કપાતાં મોત, 9 વર્ષની દીકરીનો આબાદ બચાવ

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી અરુણોદય બંગલોઝ ખાતે રહેતી મહિલા તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. એ વેળા તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ જવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનામાં તેમની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વને હજી એક સપ્તાહની વાર છે. જોકે તે પહેલાં જ પતંગના દોરાએ ભરૂચમાં એક માનવજીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આજે એક આધેડના ગળામાં દોરી આવી જતાં જીવાદોરી કપાતા કપાતા રહી ગઇ છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે તેના ઘરેથી એક્ટિવા પર 9 વર્ષની પુત્રી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પર થઇને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ અર્થે જવા નીકળી હતી. દરમિયાન ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી તેને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું.

બીજી તરફ, તેની પુત્રી પણ માતાને લોહીલુહાણ જોઇને રોકકડ કરવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. ઘટનાની જાણ કરાતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. ભરુચ એ ડિવિઝન પોલીસે આકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે રવિવારે સવારે પતંગના દોરાએ ભોલાવના વધુ એક વ્યક્તિની જીવાદોરી કપાતા કપાતા રહી ગઇ છે. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમને 108માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લઇ જવાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો