ગોંડલ યાર્ડ બહાર રાત્રે 2.30 વાગ્યે ડુંગળી ભરેલા વાહનમાં પંચર પડ્યું, ઓળખ છૂપાવી ચેરમેને 1 કલાક મહેનત કરી ટાયર બદલી આપ્યું

ગોંડલ યાર્ડમાં હાલ ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. રોજ ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈન લાગે છે. ત્યારે ગત રાત્રે લાઈનમાં ઉભા એક ડુંગળી ભરેલા વાહનમાં પંચર પડતા ખેડૂત પરેશાન બન્યા હતા. ત્યારે ચેરમેન અલ્પેશ ઢોલરિયા યાર્ડનું કામ પતાવીને રાત્રે અઢી વાગ્યે બાઇક લઈને પોતાના ઘરે જતા હતા. ત્યારે તેઓની નજર આ ખેડૂત પર પડી અને ઉભા રહી ખેડૂતને પૂછ્યું કે, ભાઈ તમે યાર્ડમાં ડુંગળી ખાલી કરવા ગયા નથી, તો ખેડૂતે જવાબ આપ્યો કે ભાઈ હું એકલો છું અને ગાડીમાં પંચર પડ્યું છે. ત્યારે અલ્પેશ ઢોલરિયાએ પોતાની ચેરમન તરીકેની ઓળખ છૂપાવી એક કલાકની મહેનત બાદ વાહનમાં ટાયર બદલી ખેડૂતની વહારે આવ્યા હતા.

હું ચેરમેન છું તેમ કહેત તો ટાયર બદલવા ન દેત
અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, હું ચેરમેન છું તેવું કહુ તો મને ટાયર બદલવા ન પણ દે આથી બસ પછી તે ખેડૂત કેમ આ મુશ્કેલીમાંથી બહાર આવે તે વ્યવસ્થામાં લાગી ગયા. જો હું એને એમ કહું કે, હું ચેરમેન છું તો એ કદાચ મને ગાડીનું પંચર કરવામાં ન દેત. ગાડીમાં વજન બહુ હતો, અમે બંનેએ જેકની મદદથી એકાદ કલાક સુધી મહેનત કરીને ગાડીમાં ટાયર બદલાવ્યું હતું.

ઓળખ આપતા જ ખેડૂત બેબાકળા બન્યા
અલ્પેશ ઢોલરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતે મને પૂછ્યું કે ભાઈ તમારું ગામ ક્યું તો મેં કહ્યું લીલાખા. આથી ખેડૂતે પણ સહજતાથી કહ્યું આપણા યાર્ડના ચેરમેન સાહેબ પણ લીલાખા ગામના જ છે, મેં કહ્યું હા હો ભાઈ…. મને કહે ભાઈ તમારું નામ શું છે તો મેં કહ્યું અલ્પેશ ઢોલરિયા તો તેઓ એકદમ ચોંકી ગયા અને હાથમાંથી ટોમીનો ઘા કરીને બોલ્યા એ સાહેબ મેં આ તમારી પાસે શું કરાવ્યું? બાદમાં મેં કહ્યું ભાઈ ચિંતા કરોમાં હું પણ મૂળ તો ટેમ્પાવાળો જ છું ને. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નાનામાં નાના માણસની મુશ્કેલીઓને સમજવી એ જ મારુ કર્તવ્ય છે અને હું એ નિભાવુ છું.

અલ્પેશ ઢોલરિયાએ એ દિવસો યાદ કરીને જણાવ્યું હતું કે, હું ટેમ્પો ચલાવતો ત્યારે એકવાર રાત્રે મારા ટેમ્પોમાં પંચર પડ્યું ત્યારે હું પણ હેરાન થયો હતો. ત્યારે પણ મને એક અજાણી વ્યક્તિએ મને મદદ કરી હતી. રાત્રે ત્યારે મને એ વ્યક્તિમાં કુદરતના દર્શન થયા હતા. મેં આ ટેમ્પાવાળા ભાઈને એટલે મદદ કરી કે એની હાલત પણ એ સમયના મારા જેવી જ હતી. તેમને મદદ કરી હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો