વડોદરામાં વેપારી એસોસિએશન દ્વારા વિરોધ: સિટીમાં હેલ્મેટ મરજીયાત કરો, મહામારી બાદ અમારી પાસે દંડ ભરવાના નાણા નથી
રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અગામી 15 માર્ચ સુધી ચાલુ રહેશે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે
રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે ગત રોજ થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે. ત્યારે આ સ્પેશિયલ ડ્રાઈવના વિરોધમાં વડોદરા વેપારી વિકાસ એસોએશિનએ વિરોધ કર્યો હતો. જેમાં તેઓ જણાવ્યું હતું કે, શહેરમાં ટુ વ્હીલરની ગતિ ઓછી હોવાથી હેલ્મેટ મરજિયાત કરવા માંગ કરી હતી.
મહામારી બાદ લોકો પાસે દંડ ભરવા નાણાં ન હોવાની રજૂઆત
તેઓ આવેદનપત્રણાં જણાવ્યું હતું કે, શહેરમાં ટુ વીહિલરની ગતિ ઓછી હોવાથી હેલ્મેટ મરજિયાત કરવાની જરૂર છે. તેમજ હાઇવે પર હેલ્મેટ ફરજિયાત હોય તો વાંધો નહી, કોરોના મહામારી બાદ લોકો પાસે દંડ ભરવા નાણાં ન હોવાની રજૂઆત આ આવેદનપત્રમાં જણાવ્યું હતું. .
હેલમેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરનારા પાસેથી કડક દંડ વસૂલવામાં આવે.
રાજ્યમાં 6 માર્ચથી જ ટ્રાફિકના નિયમો કડક બનાવવામાં આવ્યાં છે. હેલમેટ કે સીટ બેલ્ટ વિનાના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મોત તથા ઇજાના બનાવો અટકાવવા માટે ગુજરાત પોલીસે તારીખ 6 માર્ચ એટલે કે આજથી 15મી માર્ચ સુધી મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં હેલમેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરનારા વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ કડક દંડ વસૂલવામાં આવશે.
ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાય છે.
તમને વધુમાં જણાવી દઇએ કે, સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાય છે. જેમાં રોડ સેફ્ટી કાઉન્સિલર મિટીંગમાં ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી માર્ગ અકસ્માતમાં હેલમેટ નહીં પહેરનારા તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે મૃત્યુ દર સાથે ઇજાના પણ અનેક બનાવો જોવા મળ્યાં હતાં
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..