મજબૂર શ્રમિકની આ તસવીર તમારી આંખો ભીની કરશે, સાઈકલ પર બોરી, બોરીમાં દિવ્યાંગ દીકરી… મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ

કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે. ક્યારે ખતમ થશે તેના વિશે કોઈ જાણ નથી. એટલું નિશ્ચિત છે કે આ વાયરસથી થનારા નુકસાનની સૌથી વધારે અસર ગરીબો, દેહાડી શ્રમિકો પર પડી છે. લોકડાઉનને લીધે મજૂરી હવે મજબૂરીમાં ફેરવાઈ ગઈ છે. મજૂરી મળતી બંધ થઈ ગઈ છે. પૈસા ન હોવાને લીધે શ્રમિકોએ તેમના વતન તરફ પ્રયાણ કર્યું છે. એવામાં પરિસ્થિતિ વધારે ખરાબ બની જાય છે જ્યારે શ્રમિક પરિવારમાં કોઈ દિવ્યાંગ હોય. સાઈકલની તે બોરીમાં શ્રમિકની દિવ્યાંગ દીકરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ પ્રવાસી શ્રમિકો તેમના પરિવાર અને સંબંધીઓ સાથે દિલ્હીથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે. જેની સાથે બાળકો પણ છે. શ્રમિકની એક દીકરી દિવ્યાંગ છે. જેને શ્રમિકે એક જુગાડના સહારે દીકરીને લટકાવી રાખી છે. સફેદ પ્લાસ્ટિકની બોરીમાંથી જોતી તે માસૂમ આંખો ખૌફ, ભૂખ, ભર તાપ, દુઃખ અને મજબૂરીઓ વ્યક્ત કરી રહી છે. કેટલા સમય સુધી તેણે આ બોરીમાં લટકી જવાનું છે, ખબર નથી કે રસ્તામાં કેટલી ગરમી રહેશે.

આ બાળકીને જાણ નથી કે દુનિયા કયા સંકટનો સામનો કરી રહી છે. તે પરિવારની સાથે લાંબા રસ્તે નીકળી પડી છે. લાંબા સફર માટે પિતાએ ભોજનની વ્યવસ્થા કરી છે. આ શ્રમિકની સાથે તપતી ગરમીમાં રસ્તા પર અમુક બાળકો ચપ્પલ વિના પણ ચાલી રહ્યા છે. તેમાંથી એક બાળકી પિતાની સાઈકલને ધક્કો મારી રહી છે. કદાચ પિતાની મદદ કરવા માગે છે.

દેશમાં દિવ્યાંગોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ છે 35 વર્ષીય પ્રદીપ. તે પણ દિવ્યાંગ છે. અમદાવાદમાં કશે કામ કરતો હતો. કલાકો સુધી હાઈવે પર રાહ જોયા પછી કોઈ ટ્રકે તેને લિફ્ટ આપી, જેથી તે પોતાના વતન રાજસ્થાન જઈ શકે.

દિલ્હીની આ તસવીર જણાવી રહી છે કે, દિવ્યાંગ ગરીબ સાથીને ફ્લાઈઓવર પરથી ખેંચીને લઈ જઈ રહ્યો છે. આ મજબૂર દિવ્યાંગો અને ગરીબો પાસેથી કોરોનાએ બધુ જ છીનવી લીધું છે. છતાં તેમની હિંમત તૂટી નથી. તેઓ આગળ વધી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો