વિસાવદરની કરૂણાંતિકા! વીજળી પડતા ખેતરમાં રહેલો કપાસ બળી ગયો, 70 વર્ષના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અવિરત શરૂ રહ્યો હતો. ઓગસ્ટમાં વરસાદે વિરામ લેતા રાજ્યમાં પાણીની અછત થશે તેવી ભીતિ ખેડૂતો અને લોકો સેવી રહ્યા હતા અને હવે સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદથી ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા માટે વિનંતી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિપોર્ટ અનુસાર રાજ્યમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ અને તળાવો છલકાઈ ગયા છે. તેથી સૌરાષ્ટ્ર પર જળસંકટનો ભય દૂર થયો છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાનાથી તેઓ પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે મેઘ કહેરના કારણે પોતાના ખેતરમાં રહેલો કપાસનો પાક નિષ્ફળ થતા એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.
આપઘાત કરનાર વૃદ્ધનું નામ ગોકળબાપા વેકરીયા છે. તેઓ વિસાવદરના મોટા ભલાગામના રહેવાસી છે. વિસાવદરમાં આ વર્ષે સીઝનનો વધુ વરસાદ પડ્યો છે. મેઘ મહેરબાદ મેઘ કહેર થતા અને ભલાગામના ગોકળબાપાના ખેતરના કપાસ પર વીજળી પડવાના કારણે તેમનો પાક નિષ્ફળ થયો હતો. પાક નિષ્ફળ થતા તેમને પોતાની વાડીએ જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ગોકળબાપાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. પાક નિષ્ફળ થતા આપઘાત કરનાર ગોકળબાપાની ઉંમર 70 વર્ષની હતી. માત્ર વિસાવદરમાં જ નહીં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરમાં ધોવાણ થતા પાકને નુકસાન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિથી જામનગર અને રાજકોટના ગામડાઓ પ્રભાવિત થયા હતા. જામનગરમાં તો લોકોના ઘરમાં 7થી 8 ફૂટ પાણી ઘૂસી ગયા હતા. તો કેટલાક લોકોની ઘર વખરી પણ પાણીમાં તણાઈ ગઈ હતી. ત્યારે હવે લોકો સરકાર પાસે નુક્સાનીનું વળતર આપવાની માગણી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..