રાજકોટ: કારખાનાના પ્રદુષણને લીધે પાક નિષ્ફળ જતાં વેગડી ગામના ખેડૂત ભાનુભાઈએ જીવ આપી દીધો, ચાર દીકરીઓને વિલાપ કરતી છોડી
રાજકોટ જિલ્લા ધોરાજીના વેગડી ગામના ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેતીની જમીન નજીક પ્લાસ્ટિક વેસ્ટ રિસાઈકલ કરવાના કારખાનાના કારણે પ્રદુષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પરેશાન હોવાનો આક્ષેપ છે. આ કારણોસર એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું, વેગડી ગામ લોકો સાથે કિસાન સંઘ પણ જોડાયેલ હતું.
ધોરાજીના વેગડી ગામના એક ખેડૂતે તારીખ 20ના રોજ પોતના ખેતરમાં જ ઝાડ સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો, અને ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, ભાનુભાઈ જોરિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલ કપાસનો પાક નિષફ્ળ જતા આત્મહત્યાનું પગલું ભરેલ હતું. બનેલ ઘટના મુજબ ભનુભાઇને છેલ્લા બે વર્ષ થી તેવો જે પાકનું વાવેતર કરતા હતા તે નિષ્ફળ જતો હતો, જેને કારણે ભાનુભાઇ ઉપર મોટું દેવું થઇ ગયું હતું ને ભનુભાઈને હવે શું કરવું તે ના વિચારમાં આપઘાત કરી લીધો હતો.
ભનુભાઇનું ખેતર જ્યાં આવેલ છે તેની બાજુમાં જ પ્લાસ્ટિક રિસાયકલ કરવાનું કારખાનું આવેલ છે જેન લઈને અહીં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિક રિસાયકલ કરવા મેં પ્લાસ્ટિકને સળગાવવા માં આવે છે ત્યારે જે ઝેરી ગેસ નીકળે છે તેને હિસાબે કપાસ જેવા પાકને નુકસાન જાય છે ભનુભાઇને છેલ્લા 2 વર્ષ થયા બાજુમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનાના ઝેરી ગેસને લઈને તે જે પાક વાવતા હતા તે નો વિકાસ થતો ન હતો અને નિષ્ફ્ળ જતા હતા જેને લઈને સતત ભનુભાઇ ઉપર દેવું થઇ રહયું હતું, અંતે આ વર્ષે પણ જયારે કપાસનો પાક નિષ્ફ્ળ જતા ભનુભાઇએ પોતાના ખેતરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
હવા પદૂષણને લીધે ભનુભાઇએ પોતાનો જીવ આપી દીધો છે અને તેના પરિવારમાં 4 દીકરીઓને વિલાપ કરતી છોડી દીધી હતી, જેન લઈને ધોરાજીના આ નાના એવા વેગડી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, પ્લાસ્ટિક કારખાના ના પ્લાસ્ટિક ના વેસ્ટ નું અને પ્લાસ્ટિક રિસાયકલ કરતા જે હવા નું ઝેરી પ્રદુષણ ફેલાય છે તેને લઈને આસપાસના ગામ લોકો પરેશાન છે, સાથે આજે વેગડી ગામના લોકો રોષે ભરાયા હતા અને જેને લઈને ગામ લોકો એ આજે સજ્જડ બંધ પાળ્યો હતો અને ધરણા કર્યા હતા, સાથે સાથે ભનુભાઇ ના ખેતરે જઈ ને તેના ખેતરે માં જ ભનુભાઇ ને શ્રધાંજલિ પણ આપી હતી, સાથે અહીં જ તેવો એ ધોરાજી ના પ્રાંત અધિકારી નાયબ મામલતદાર ને આવેદન આપેલ હતું અને પ્લાસ્ટિક ઉદ્યોગ દ્વારા થતું પ્રદુષણ બંધ કરવાની માંગ કરી હતી.
વિકાસ સાથે થતા પ્રદુષણને લઈને ખેતરો અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે અને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે ત્યારે સરકારે ખેડૂતો અને ખેતરોના હિત માટે પ્રદુષણ માફિયાઓને કડકમાં કડક સજા કરીને પ્રદુષણ નિયંત્રણ કરાવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..