લખતર નજીક કડું કેનાલ પાસે પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો, પિતા-પુત્ર, બહેન અને ભાણીનું ઘટનાસ્થળે જ મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદથી આવતા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. પરિવાર દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો. તે સમયે હુન્ડાઈ કંપનીની વર્ના કાર પલટી ખાઈ જતા ઘટનાસ્થળે જ ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતકમાં બાપ દીકરો અને બહેન-ભાણીનો સમાવેશ થાય છે તેમજ પત્ની અને દીકરીની હાલત ગંભીર હોવાથી તેમને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદથી આવતા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં એક પરિવારનાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પરિવાર અમદાવાદ રાણીપ વિસ્તારમાંથી દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો. એ સમયે હાઇવે પર પુરઝડપે આવતી હુન્ડાઈ કંપનીની વરના કાર અચાનક પલટી ખાઇ જતાં ઘટનાસ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માતની ઘટનાના મામલે સમગ્ર પથંકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ લખતર પોલિસ ચલાવી રહી છે.
મૃતકમાં બાપ દીકરો અને બહેન-ભાણીનો સમાવેશ
આ ઘટના અંગે મૃતક સોહમભાઇ ભટ્ટના સગા દિલીપભાઇએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગાડીમાં કુલ છ લોકો જેમાં બે બાળકો અને ચાર મોટા અમદાવાદથી ગાડી લઇને સવારે 07.30 વાગ્યે દેદાદરા માતાના મઢે હવનમાં હાજરી આપવા નીકળ્યા હતા. સાથે અન્ય બે ગાડીઓ પણ હતી. આ અકસ્માતમાં ગાડી ચલાવનારા સોહમ બલભદ્ર ભટ્ટ (37 વર્ષ) અને એના જ પુત્ર કિર્તન સોહમ ભટ્ટ (9 વર્ષ) અને બહેન રીટાબેન જીતેન્દ્રકુમાર જોશી (50 વર્ષ) અને ભાણી અંજલી જીતેન્દ્રકુમાર જોશી (22 વર્ષ)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અકસ્માતની ઘટનામાં મૃતક સોહમ ભટ્ટની પત્ની કૃષ્ણા સોહમ ભટ્ટ (32 વર્ષ) અને દીકરી રીવા સોહમ ભટ્ટ (6 વર્ષ)ને માથામાં અને કમરના ભાગે મણકા ભાંગી જતા પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે લઇ જવાયા હતા. બાદમાં હાલત નાજૂક જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. લખતરથી વિરમગામ જવાના રસ્તે રોડનું કામ ચાલતુ હોઇ ગાડી 6 ફૂટ ઊંડા ખાડામાં પલ્ટી ખાઇ જતા આ ગોઝારો બનાવ બન્યો હતો.
મૃતકોની યાદી
1. સોહમભાઈ બલભદ્રભાઈ ભટ્ટ – ઉંમર 37 વર્ષ – રહે. તુલસી એપાર્ટમેન્ટ, નરોડા
2. કીર્તન સોહમભાઈ ભટ્ટ – ઉંમર 8 વર્ષ – સોહમભાઈનો દીકરો
3. રીટાબેન ગોકુલદાસ જોષી – ઉંમર 50 વર્ષ – રહે. વચલાબારા, ખંભાળિયા (સોહમભાઈની બહેન)
4. અંજલી ગોકુલદાસ જોષી – ઉંમર 22 વર્ષ – રહે. વચલાબારા, ખંભાળિયા (રીટાબેનની દીકરી)
મને ઓફિસમાંથી રજા ન મળી એટલે ન આવી શક્યો
‘મામાને ત્યાં દેદાદરા માતાજીના હવનમાં જવા આમંત્રણ મળ્યું હતું પરંતુ મને ઑફિસમાંથી રજા ન મળી એટલે હું ન આવી શક્યો. મારી બહેન અંજલી આવી હતી. તેને પોલીસ ઑફિસર બનવાની ઇચ્છા હોઈ IPSની તૈયારી કરતી હતી.’ – પાર્થ જોષી, મૃતક સોહમભાઈનો ભાણેજ
અમે 50 મીટર જ દૂર હતા ગાડી ફંગોળાતી જોઇ ને ફાળ પડી
અમે પરિવારો સહિત દેદાદરા હવનના પ્રસંગમાં આવતા હતા. જેમાં સોહમભાઇની ગાડી પાછળ જ અમારી ગાડી લઇને નીકળ્યા હતા. અમે સોહમભાઈની ગાડી પાછળ બીજી ગાડીમાં હતા. અકસ્માતના સ્થળથી 50 જ મીટર દૂર હતા અને ઘટના બની જેમાં પણ અકસ્માત કેવી રીતે થયો તે જ ન જોઈ શકાયું. ગાડી ફંગોળાતી નજરે પડી.’ – આકાશ દવે, મૃતકનો ભાણેજ
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..