કરે કોઈ ભરે કોઈ: 17 વર્ષની છોકરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ, પોલીસે છોકરાને જ આરોપી બનાવી દીધો!
સુરતમાં 17 વર્ષની કિશોરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાગી ગયા બાદ બંને પરત ઘરે ફરતા તરૂણીએ કિશોર સાથે સંબંધ બાધ્યાંનું પરિવારને જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસ કિશોરની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા વેલેન્ટાઈના બીજા દિવસે ઘરેથી ગૂમ થઈ જતાં પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે, થોડા સમય બદ સગીરા જાતે જ ઘરે પરત આવી ગઈ હતી. જ્યારે પરિવારજનોએ તેની પૂછપરછ કરી તો તેણીએ જણાવ્યું કે તે ફૂટપાથ પર રહેતા એક સગીર કિશોર સાથે ભાગી ગઈ હતી અને તરૂણની સાથે સંબંધ બાંધ્યાની પણ કબૂલાત કરી હતી. આ ઉપરાંત છોકરીએ પોલીસ સામે પણ અનેક ઘટસ્ફોટ કર્યા છે.
તરૂણીએ પોલીસને જણાવ્યા અનુસાર તે જે સગીર સાથે ભાગી ગઈ તે 14 વર્ષનો હતો અને ઘરેથી ભાગી ગયા બાદ બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આ જાણીને માતાપિતાના સ્તબ્ઘ થઈ ગયા હતા. સમગ્ર મામલે પિતાએ કિશોર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહી, તરૂણીના નિવેદન આધારે બળાત્કાર અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરવામાં આવી છે.
17 વર્ષની ઉંમરે જ કરી બેઠી મોટી ભૂલ
બીજી ઘટના: માંડવી તાલુકાના નાનીચેર ગામમાં એક યુવાને એક તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંનેએ મર્યાદાઓ ઓળંગી દીધી હતી જેના કારણે 10માં ધોરણમાં અભ્યાસ કરતી આ તરૂણી કુંવારી માતા બની છે. નાનીચેરમાં રહેતા યુવાને 17 વર્ષીય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. બે દિવસ અગાઉ જ તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સારવાર માટે સરકારી દવાખાને જતાં જ ભાંડો ફૂટ્યો હતો અને હવે આ મામલો માંડવી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..