‘લળી લળી પાય લાગુ ખોડલ માડી’ ગાતા જ 9 વર્ષના ભજનીક પર પૈસાનો વરસાદ
રાજકોટના વાડધરી ગામે યોજાયેલા એક લોકડાયરામાં 9 વર્ષના ભજનીકે ભજનો ગાયને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભજનની રમઝટ વચ્ચે લોકોએ રૂપિયાના બંડલો ઉડાડી પૈસાની રેલમછેલ કરી દીધી હતી. સ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ભજનીકના ભજનો સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 9 વર્ષના ભજનીકે પાય લાગુ ખોડલ માડી ભજન ગાતા તેની પર લાખો રૂપિયાનો વરસાદ થતા ઉપસ્થિત લોકોની આંખો પણ પહોળી થઇ ગઇ હતી.
આ લોકડાયરામાં અલ્પા પટેલે પણ લોકગીતો ગાયા હતા. પરંતુ આકર્ષણનું કેન્દ્ર રીબડા ગામના હર્ષ પીપળીયા જેની ઉંમર માત્ર 9 વર્ષ છે અને તેણે દ્વારકાનો નાથ રાજા મારા રણછોડ છે તેણે મને માયા લગાડી છે, લળી લળી લાય લાગુ દયાળી દયા માગુ રે ખોડલ માડી જેવા ભજનો લલકારતા જ લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. 9 વર્ષના ભજનીક પર આ રીતે રૂપિયાનો વરસાદ થયો હોય તેવી આ પ્રથમ ઘટના ગણી શકાય.
રીબડા ગામના હર્ષ પીપળીયાએ ભજનો ગાતા લોકો મંત્રમુગ્ધ.
થયો લાખો રૂપિયાનો વરસાદ
લોકોએ હર્ષ પર રૂપિયાનો વરસાદ કર્યો
અલ્પા પટેલ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા
મોટી સંખ્યામાં લોકો ડાયરો નિહાળવા આવ્યા હતા.
આ લોકડાયરામાં અલ્પા પટેલે પણ લોકગીતો ગાયા હતા. પરંતુ આકર્ષણનું કેન્દ્ર રીબડા ગામના હર્ષ પીપળીયા જેની ઉંમર માત્ર 9 વર્ષ છે અને તેણે દ્વારકાનો નાથ રાજા મારા રણછોડ છે તેણે મને માયા લગાડી છે, લળી લળી લાય લાગુ દયાળી દયા માગુ રે ખોડલ માડી જેવા ભજનો લલકારતા જ લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. 9 વર્ષના ભજનીક પર આ રીતે રૂપિયાનો વરસાદ થયો હોય તેવી આ પ્રથમ ઘટના ગણી શકાય.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ