પ્રવાસી મજૂરોની ચોંકાવનારી ઘટના સામે આવી: 9 પ્રવાસી મજૂરોનાં મૃતદેહો કૂવામાંથી મળતા હાહાકાર, 7 બંગાળનાં અને 2 બિહારનાં હતા
તેલંગાણાનાં વારંગલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કૂવામાંથી 9 પ્રવાસી શ્રમિકોનાં મૃતદેહો મળ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને નીકાળીને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મરનારા તમામ શ્રમિક બંગાળ અને બિહારનાં રહેવાસી હતા. જે મૃતદેહોને નીકાળવામાં આવ્યા છે તેમાં બાળકો અને મહિલાઓનાં મૃતદેહો પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કૂવામાંથી એક સાથે 9 મૃતદેહો મળતા અનેક તર્ક-વિતર્ક
પોલીસે જણાવ્યું કે આ મામલો વારંગલનાં ગ્રામીણ વિસ્તારનો છે. અહીં એક કૂવાથી 9 મૃતદેહ નીકાળવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમને ગીસુગોંડા મંડળનાં ગોર્ટેકુંટા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બનેલા એક કૂવાની અંદર પ્રવાસી શ્રમિકોનાં મૃતદેહો પડ્યા હોવાની સૂચના મળી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને તેમણે મૃતદેહો નીકાળ્યા. પોલીસે જણાવ્યું કે જાણકારી પ્રમાણે તમામ શ્રમિક ત્યાં એક કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા હતા.
7 બંગાળનાં અને 2 બિહારનાં મજૂરો હતા
પોલીસે જણાવ્યું કે, “9 મૃતદેહોમાંથી એક બાળક અને મહિલાનાં મૃતદેહો પણ સામેલ છે. તપાસમાં સામે આવ્યું કે 7 લોકો પશ્ચિમ બંગાળનાં રહેવાસી હતા અને બે મજૂરો બિહારનાં નિવાસી હતા. તેઓ તેલંગાણામાં કમાવા આવ્યા હતા. લૉકડાઉન બાદથી તેમની આવક બંધ થઈ ગઈ હતી. તે લોકો પરેશાન હતા. તેઓ પોત-પોતાના ગામ જવાના હતા, પરંતુ અચાનક લાપતા થઈ ગયા.
પોલીસે જણાવ્યું કે, તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટ માટે એમજીએમ હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. કેસ નોંધવામાં આવી ચુક્યો છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. પ્રવાસી શ્રમિકો સાથે જોડાયેલા તમામ લોકોને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો સાથે પણ પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, મૃતદેહો નીકાળવા માટે પંપ દ્વારા પહેલા કૂવામાંથી પાણી નીકાળવામાં આવ્યું અને ત્યારબાદ મૃતદેહો બહાર નીકાળવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..