સુરતમાંથી પ્રથમ વખત 86 વર્ષના વડીલના અંગોના દાનથી ત્રણને નવું જીવન મળ્યું
વરાછાના ચીકુવાડી નજીક આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતાં અરજણભાઈ હીરાભાઈ વિરાણીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાંથી સૌથી મોટી એટલે કે 86 વર્ષની વયે અંગોનું દાન કરવામાં આવ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. દીકરાની દીકરી (પૌત્રી)ના લગ્ન અગાઉ જ બ્રેનડેડ જાહેર થયેલા અરજણભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરીને ત્રણને નવું જીવન આપી માનવતાની મહેક પ્રસરાવવામાં આવી છે.
પાંચ દીકરાના પિતાના અંગોનું દાન
1.ગત 23મી જાન્યુઆરીના રોજ પાંચ દીકરાઓના પિતા અરજણભાઈને સાંજે 7:00 કલાકે ઉલ્ટી તેમજ શ્વાસની તકલીફ થતા તેઓને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પીટલમાં ફીજીશ્યન ડૉ. પારસ તેજાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 24મીના રોજ અરજણભાઈને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.
દીકરીના દાન અગાઉ દાદાના અંગોનું દાન
2.વિરાણી પરિવારમાં અરજણભાઈના પુત્ર હિમ્મતભાઈની પુત્રી રીનાના લગ્ન તા. ૨૭ જાન્યુઆરીના રોજ હોવા છતાં તેમના પુત્રોએ આ માનવતાના કાર્યને પ્રાધાન્ય આપી તેમના પિતાના અંગોનું દાન કરીને ત્રણ વ્યક્તિઓને નવું જીવન આપી, આવી પડેલી દુઃખદ પરિસ્થિતિમાં પણ સમાજ માટે ઉદાહરણ રૂપ કાર્ય કરી સમાજને નવી દિશા બતાવી હતી. અમદાવાદ IKDRCના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્કના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ. ૫૨)માં કરવામાં આવ્યું હતું.
પ્રભુ એમાના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..