અમદાવાદની શરમજનક ઘટના! 3 દીકરા અને 2 દીકરીઓ હોવા છતાં વૃદ્ધા બેઘર બન્યા, કોઈ રાખવા તૈયાર નથી

અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો.
3 દીકરા અને 2 દીકરીઓ હોવા છતાં માતાને રાખવા કોઈ તૈયાર નથી.
અભયમની ટીમે દીકરાઓને સમજાવીને 3-3 મહિના રાખવાનુ કહ્યું.
હાઈલાઈટ ટેક્સ્ટ

આજકાલ ઘણાં એવા કિસ્સા સામે આવતા હોય છે જે સંબંધોને શર્મસાર કરતા હોય છે. અમદાવાદ શહેરથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 82 વર્ષીય વૃદ્ધ માતાના 3 દીકરા અને બે દીકરીઓ હોવા છતાં કોઈ રાખવા માટે તૈયાર નહોતું. પાંચ બાળકો હોવા છતાં વૃદ્ધા બેઘર બન્યા હતા. એક વ્યક્તિ તરફથી અભયમની ટીમને આ બાબતે જાણ કરવામાં આવી, જેમણે દીકરાઓનું કાઉન્સિલિંગ કર્યું અને રસ્તો કાઢ્યો કે દરેક દીકરો વારાફરથી માતાને 3-3 મહિના માટે રાખશે. અભયમની ટીમે વાતચીત કરીને સમગ્ર બાબતને થાળે પાડી હતી.

નોંધનીય છે કે શહેરના એક વિસ્તારમાંથી એક વ્યક્તિએ અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું કે, એક 82 વર્ષીય વૃદ્ધાને ત્રણ દીકરા અને બે દીકરીઓ છે પરંતુ તેમને કોઈ રાખવા તૈયાર નથી. અભયમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેમના પતિનું 15 વર્ષ પહેલા અવસાન થઈ ગયુ હતું. પતિના અવસાન પછી 3 દીકરાઓએ સરખા ભાગે મિલકતની વહેંચણી કરી લીધી હતી. ઉંમરના કારણે વૃદ્ધાના વર્તનમાં ચિડિયાપણુ આવી ગયુ હતું અને તેઓ કારણ વગર બોલ બોલ કરતા હતા. તેઓ દીકરાઓને અને તેમના પરિવારને પણ સતત સલાહ સૂચન આપતા રહેતા હતા, જેનાથી કંટાળીને સંતાનો તેમને રાખવા તૈયાર નહોતા.

થોડા દિવસ પહેલા સુધી તે દીકરી સાથે રહેતા હતા પરંતુ 15 વર્ષ સાથે રાખ્યા પછી તેણે પણ માતાને રાખવાની ના પાડી દીધી હતી. વૃદ્ધા જ્યારે મોટા દીકરાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પુત્રવધુએ તેમને જોઈને ઘરને અંદરથી તાળુ મારી દીધુ હતું. બપોરે એક વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી તે ઘરની બહાર બેસી રહ્યા હતા. અભયમની ટીમ દ્વારા વૃદ્ધાના ત્રણેય દીકરાઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતું અને માતાને 3 મહિના રાખવાની સમજ આપી હતી.

અત્યારે તે મોટા દીકરાના ઘરે છે. અભયમની ટીમની મદદને કારણે બેઘર બનેલા માતાને છત મળી છે અને સમગ્ર મામલો થાળે પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો