આજે રાજકોટના જંગલેશ્વરમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ
રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન 16 વર્ષીય તરૂણ શાહીલ દિલદાન બ્લોચને કોરોના પોઝિટિવ આવ્યો છે.તેના પિતા દિલદારભાઇને પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જંગલેશ્વરની શેરી નં. 24માં રહે છે. શાહીલ બાદ વધુ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી આજે કોરોના પોઝિટિવની સંખ્યા આઠ થઇ છે. જંગલેશ્વરમાં પોઝિટિવ કેસની સંખ્યા દિવસને દિવસે વધતી જાય છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 55 થઇ છે અને ગ્રામ્યનો મળી સંખ્યા 56 થઇ છે. જેમાં 45 તો જંગલેશ્વરના છે. ભાવનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. સબીનાબેન ઇર્શાદભાઇ ઉમરાલી (ઉ.વ.24)ને કોરોના રિપોર્ટ આવ્યો છે. આ મહિલા ભાવનગરના યુસુફબાગ ફ્લેટ શિશુવિહારમાં રહે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
57 સેમ્પલ લીધા હતા જેમાં સાત પોઝિટિવ આવ્યા
હાલ જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. તેના કોન્ટેક્ટને આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ અને ચકાસણી બાદ દરેકને સરકારી ફેસીલીટી ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આનો મુખ્યત્વે હેતુ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ચેપ લાગવાની અત્યંત શક્યતા હોય અને આ લોકો દ્વારા કોમ્યુનિટીમાં અન્ય લોકોને ચેપ ફેલાવવાની શક્યતા હોય છે. અગ્રીમતાના ધોરણે ક્વોરન્ટીન સેન્ટરમાં ફેરવેલ છે. પરીણામે કોન્ટેક્ટ દ્વારા અન્ય લોકોને ચેપ ફેલાતો અટકાવી શકાય છે. ગઈકાલે સમરસમાંથી 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 2 પોઝિટિવ આવ્યા છે. આજ સવારના સમરસ હોસ્ટેલમાંથી ક્વોરન્ટીન કરાયેલા 57 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી 7 પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
પિતા-બે પુત્રોને પોઝિટિવ, કોઇ દાદી-પૌત્ર તો કોઇ પિતા-પુત્ર છે
1. મેહબુબ ઝીકર ચોપડા (ઉ.વ.35) (ઝીકર ચોપડાનો પુત્ર), સરનામુ : જંગલેશ્વર શેરી નં.25, રાજકોટ.
2. ફારૂક ઝીકર ચોપડા (ઉ.વ. 27) (ઝીકર ચોપડાનો પુત્ર) સરનામુ : જંગલેશ્વર શેરી નં. 25, રાજકોટ.
3. પરસોતમભાઈ અકબરી (ઉ.વ. 75) (રવિભાઈ અકબરીના પિતા) સરનામું: કૃષ્ણજીત સોસાયટી શેરી નં.3, સહકાર નગર શેરી નં. 8 પાસે, રાજકોટ.
4. બોદુ રઝાક ઓડિયા (ઉ.વ. 18) (જીલુબેન ઓડિયાનો પુત્ર)સરનામુ: જંગલેશ્વર શેરી નં. 26, રાજકોટ
5. આદિલ હુસેન પતાણી (ઉ.વ.10) (નુરમામદ પતાણીનો પૌત્ર)સરનામુ : જંગલેશ્વર શેરી નં. 26, રાજકોટ.
6. યુસુફ મુડસ (ઉ.વ. 45) (નસીમ યુસુફ મુડસના પતિ)સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. 1, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.
7. સાહિલ યુસુફ મુડસ (ઉ.વ.19) (નસીમ યુસુફ મુડસનો પુત્ર)સરનામુ : લેવા પટેલ સોસાયટી શેરી નં. 1, ગોસીયા મસ્જીદ પાસે, જંગલેશ્વર રોડ, રાજકોટ.
રાજકોટમાં પિતા, દાદી બાદ પુત્રનો રિપોર્ટ પોઝિટિવ
થોડા દિવસ પહેલા શાહીલના પિતાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પરિવારને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. ગઇકાલે 27 એપ્રિલના રોજ શાહીલના દાદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે પુત્રને રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોને પોઝિટિવ કેસ આવતા જંગલેશ્વરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
ગોંડલમાં 3 દર્દીના નમૂના લેવાયા બધા રિપોર્ટ નેગેટિવ
ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના સેમ્પલ કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે. જેમા આજે ગોંડલ તાલુકામાં શરૂ કરાયેલા કોરોના સેમ્પલ કલેક્શન સેન્ટરમાંથી 3 દર્દી શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લેવાયા બાદ આજે 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. લોકડાઉનના અમલથી ગોંડલ તાલુકોકોરોના મુક્ત છે. જેતપુરમાં શંકાસ્પદ 5 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. લોકડાઉનના અમલથી જેતપુર તાલુકો કોરોનામુક્ત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..