અમદાવાદમાં પોલીસ વિભાગે TRBના 700 જવાનોને એક ઝાટકે છૂટા કર્યા, ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કરાઈ કાર્યવાહી, નવા ભરતી કરાશે

અમદાવાદમાં 700 TRB જવાનને છૂટા કરાયા છે. જેમાં તેમની ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરાઈ છે. તથા નવા 700 જવાનની 3 વર્ષ માટે ભરતી કરાશે. ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ ઐતિહાસિક નિર્ણય છે. જેમાં ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલ TRB જવાનનો સફાયો થયો છે.

નવા ભરતી થનાર TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે
ઉલ્લેખનિય છે કે 700 જેટલા TRB જવાનો જેમની સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને છુટા કરાયા છે. તથા નવા 700 જેટલી TRB ની ભરતી કરાશે. તેમજ 3 વર્ષ માટે કોન્ટ્રાકટથી ભરતી કરવામાં આવશે. તેમજ નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી
ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમ જ ગેરવર્તંણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ 700 TRB જવાનોનો સફાયો કરી નાંખવામાં આવ્યો છે. એટલે કે 700 જેટલા TRB જવાનો કે જેમની સામે ગેરવર્તણૂક, ગેરરીતિની ફરિયાદ હતી. જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે છુટા કરાયા છે. જેના કારણે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી કરાશે.

તાજેતરમાં લોકો દ્વારા TRB જવાન વિરુદ્ધ ખૂબ ફરિયાદો વધી ગઇ હતી. જેમાં સામાન્ય નાગરિકોને રસ્તા પર અમુક TRB જવાન તોડપાણી કરતા હતા. જેની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો