સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, થાઈલેન્ડની યુવતીઓને ટુરિસ્ટ વિઝા પર બોલાવીને દેહ વેપાર થતો હતો

સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરીને 6 વિદેશી યુવતી સહિત 10 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેસુ વિસ્તારમાં સોમેશ્વર સર્કલ નજીક એક કોમ્પલેક્ષમાં આર-વન સ્પામાં મસાજના નામે દેહ વેપારનો ગોરખધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરત શહેર મિસિંગ સેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા.

આ દરોડા દરમિયાન પોલીસે રોકડ મોબાઈલ ફોન, રોકડ રકમ અને કોન્ડમ સહિત કુલ 1.40 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ 6 થાઈલેન્ડની યુવતીઓ, 3 ગ્રાહક અને એક મેનેજરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવીને અહીં દેહને વેપલો કરતી હતી. હાલ પોલીસ તમામ યુવતીઓને તેમના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો