સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને આજીવન કેદ, સજા સાંભળતા જ નરાધમે જજ તરફ ચપ્પલ ફેંક્યુ

સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે.ચુકાદો સાંભળતા નરાધમે જજ પર ચપ્પલ ફેંક્યું હતું.

આરોપીને જીવંતપર્યંતનો જેલવાસ -સરકારી વકીલ
બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે,બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે.સાથે જ પીડિતાના પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરી હતી.જો કે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજથી સાત-આઠ મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

સગીર બાળકીના દુષ્કર્મ-હત્યાકેસમાં સંડોવાયેલા આરોપી વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગનો કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની પાંચ જ મુદ્દતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદપક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકારપક્ષની દલીલો પુરી થતાં આજે કોર્ટે આકરી સજા ફટકારી હતી..

આ કેસમાં ભોગ બનનાર બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉંમરના મુદ્દે વિસંગતતાને ધ્યાન પર આવતાં ફરિયાદપક્ષે ભોગ બનનારના ઉંમરના અન્ય પુરાવા હોવા છતાં તાકીદે ભોગ બનનાર બાળકીના વતનની સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ રજૂ કરીને વધારોના પુરાવો રજુ કર્યો હતો.જેથી કોર્ટે આરોપીના વિશેષ નિવેદન તથા સરકા રપક્ષના વધારાના પુરાવા અને દલીલો બાદ આજે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.

દાદા આર્મીમાં, બાળકી સુશિક્ષિત નાગરિક બને એવા સંજોગો હતા: કોર્ટ
કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, બાળકીના દાદા આર્મીમા હતા. બાળાના મોતથી તેમના કુટુંબે તેમનું બાળક ગુમાવેલ નથી પરંતુ એક સુશિક્ષિત નાગરિક બને તેવા સંજોગો હતા તેની પણ ખોટ થઈ છે. તે માતા-પિતાને પણ આજીવીકામાં મદદ કરી શકી હોત. ઉપરાંત કોર્ટે નોંધ્યું કે, આરોપીની ઉંમર સજા ઓછી કરવા માટે એકમાત્ર કારણ હોઇ શકે નહીં તેવું પણ ફરિયાદ પક્ષે રજુ કરેલાં ચુકાદા પરથી જણાઈ આવે છે.

આરોપીએ ફોનમાં પોર્ન વીડિયો-ફોટો જોયા બાદ કૃત્ય કર્યું છે. મોતની સજા માટે ખાસ કારણો હોવા જરૂરી છે. હાલના કેસમાં આરોપીનું કૃત્ય ખૂબ જ ધૃણાસ્પદ અને અમાનવીય છે પરંતુ મોતની સજા માટે યોગ્ય કારણો નથી.

ઘટના શું હતી: એક બાળકીએ ઇંટ મારીને ભગાવ્યો હતો
એપ્રિલ-2020માં આરોપી ચોકલેટ આપવાની લાલચે પાંચ વર્ષની બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી તેની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના થોડા દિવસ અગાઉ આરોપી સુજીત સાંકેતએ એક દસ વર્ષની બાળકી સાથે પણ છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ તેની પર ઇંટ મારીને પોતાની જાતને બચાવી લેવામાં સફળ રહી હતી.

31 ચુકાદા રજૂ થયા, કલ્પના ન થઈ શકે એ પ્રકારનું કૃત્ય
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 31 ચુકાદાના આધારે આરોપીને ફાંસી આપવા અંગેની દલીલો કરી હતી. કોર્ટે નોંધ્યું કે કડક કાયદાની જોગવાઇ હોવા છતાં આરોપી જાણે કાયદાથી પર હોય તે પ્રકારે ભોગ બનનાર સાથે કલ્પના ન થઇ શકે તે પ્રકારનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારેલ છે. નાની ઉંમરના બાળકો આ પ્રકારના દરિંદા સામે પોતાનો શારીરિક બચાવ કરી શકતા નથી. બાળકોએ કોઈ પણ ગુના વગર અત્યાચાર સહન કરવા પડે છે અને જીંદગી ગુમાવવી પડી શકે છે.

કોર્ટ રૂમમાં શું થયું?
સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચુકાદા અગાઉ સરકારી વકીલ હાજર હતા. આરોપીને જેલથી સીધો કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ રૂમની કસ્ટડીમાંથી લવાયા બાદ કોર્ટે આરોપીને મરે ત્યાં સુધી જેલની સજાનો હુકમ કર્યો હતો. હુકમ બાદ સરકારી વકીલ જતા રહ્યા હતા, આરોપીને વિટનેશ બોક્સ નજીક બોલાવવામાં આવ્યો હતો ત્યારે ડાબા પગની ચપ્પલ કાઢી ડાયસ તરફ ફેક્યું હતું, ત્યારે વકીલે હાથ વચ્ચે નાંખી દીધો હતો.

ચપ્પલ ડાયસ નજીક પડી ગયું હતું. એટલે આરોપીએ તરત બીજી ચપ્પલ પણ કાઢીને વિટનેશ બોક્સ નજીક પછાડી હતી. જેને પગલે કોર્ટમાં માહોલ તંગ બની ગયો હતો. અગાઉ તમામ મુદ્દતોમાં આરોપી જજ સમક્ષ બે હાથ જોડીને જ ઉભો રહેતો હતો. એકેય મુદ્દત દરિમયાન એક મીનિટ માટે પણ હાથ જુદા કર્યા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો