રાજકોટમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ
એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદનાં કારણે ગરનાળા પણ બંધ થઈ ગયા છે. તેમજઅનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજઆજી-2 ડેમમાં પૂર આવતા 5 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ભારે વરસાદના પગલે ટ્રાફિકજામ
150 ફૂટ રિંગ રોડ પર ભારે વરસાદનાં પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રૈયા ચોકડીથી ઈન્દિરાસ સર્કલ સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે. આ સાથે જ મવડી ચોકમાં વધારે પાણી ભરાતાં કાર પાણીમાં ફસાઈ હતી. આ સાથે જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
૨ાજકોટમાં આજે બપો૨ સુધી વ૨સાદના હળવા-ભા૨ે ઝાપટા વ૨સ્યા બાદ બપો૨ે એકાએક આકાશ એક ૨સ થઈને કાળુ ડિબાંગ થઈ ગયુ હતું અને ઘટાટોપ વાદળો ઉત૨ી આવવા સાથે જો૨દા૨ વ૨સાદ શરૂ થઈ ગયો હતો. બપો૨ે એક કલાકમાં જ દોઢ ઈંચ વ૨સાદ ખાબકી ગયો હતો. સવા૨થી બપો૨ સુધીમાં કુલ ૨ ઈંચ વ૨સાદ નોંધાયો હતો. બપો૨ે સાંબેલાધા૨ વ૨સાદ ખાબક્તા શહે૨ના અન્ડ૨બ્રીજથી માંડીને તમામ માર્ગો પાણી પાણી થઈ ગયા હતા અને જળબંબાકા૨ જેવી હાલત સર્જાઈ હતી.
કાલાવડ ૨ોડ, ૨ૈયા ૨ોડ, ૧પ૦ ફુટ ૨ોડ સહિતના માર્ગો પ૨ પાણી ભ૨ાવાથી ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મવડી ચોકડીએ બીએમડબલ્યુ કા૨ સહિતના વાહનો બંધ પડી ગયા હતા. ૨ેસકોર્ષ, યાજ્ઞિક ૨ોડ, ત્રિકોણબાગ, કુવાડવા ૨ોડ સહિતના ભાગોમાં પાણી ભ૨ાયા હતા અને અનેક સ્થળોએ જળબંબાકા૨ જેવી હાલત સર્જાઈ હતી. બપો૨ે વાતાવ૨ણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉત૨ી પડયા હતા. ભા૨ે વ૨સાદ તુટી પડવાનો માહોલ સર્જાયો હતો. એક કલાક મુશળધા૨ પાણી વ૨સ્યુ હતું. પછી જો૨ થોડુ ધીમુ પડયુ હતું. તમામ માર્ગો પાણી પાણી થઈ ગયા હતા.
માલવિયાનગર, કલેક્ટર કચેરી બહાર પાણી ભરાયા હતા. તો હેમુ ગઢવી હોલ પાસે પણ પાણી ભરાયા હતા. તો પાણી ભરાવવાને કારણે રિંગ રોડ રાધે ચોકડી પાસે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. તો ગોંડલમાં પણ સવારથી વરસાદ વરસાદ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તાર માં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
બી.આર.ટી.એસ રસ્તો પણ બંધ કરાયો
રસ્તા પર પાણી ભરાતા રીંગરોડ રાધે ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓવરબ્રિજ પર 2 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. તો BRTS રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. જોકે યાજ્ઞિક રોડ પર જ્યારે ટ્રાફિક જામ સર્જાયો ત્યારે પોલીસ હાજર હોવા છતા તેમણે ટ્રાફિકને હળવો કરવાની જહેમત ઉઠાવ ન હતી. ટ્રાફિક પોલીસ ગાડીમાંથી પણ ન ઉતરી અને સરકારી ગાડીમાં બેઠા બેઠા પોલીસ કર્મી જોતા રહ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર ન કરાયો.
વાન બંધ થતા વિદ્યાર્થીઓએ માર્યા ધક્કા
પાણી ભરાવવાના કારણે નાળા પાસે સ્કૂલ વાન બંધ પડી હતી. સ્કૂલવાન બંધ થતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાન બંધ થતા વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા હતા. સ્થાનિકોની મદદથી વાનને પાણીમાંથી બહાર કઢાઈ હતી.
આજી- 2 ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા
શહેરમાં ભારે વરસાદના કારણે આજી ડેમ-2ના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. વરસાદના પગલે વધુ પાણીની આવક થતાં સિંચાઈ વિભાગે દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.