આ 5 ઉપાય કરવાથી સફેદ વાળ થશે નેચરલ કાળા અને પાછાં સફેદ પણ નહીં થાય

મોડાં સુધી જાગવું, વધુ સ્ટ્રેસમાં રહેવું અને ખાનપાનમાં ધ્યાન ન આપવાથી આજકાલ જવાનીમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આયુર્વેદ ડો. નિખિલ શર્મા મુજબ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સફેદ થતાં રોકી શકાય છે. જેથી તેઓ એવી 5 ટિપ્સ જણાવી રહ્યાં છે જેનાથી વાળ નેચરલી કાળા થઈ શકે છે.

કેમ જવાનીમાં વાળ સફેદ થવા લાગે છે?

વાળમાં મેલનિન પિગમેન્ટ હોય છે. તેનાથી વાળ કાળા કે સફેદ થાય છે. ઘણાં લોકોમાં નાની ઉંમરમાં જ મેલનિનનું પ્રોડક્શન રોકાય જાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. તેનાથી બચવા માટે જંકફૂડ અવોઈડ કરવું જોઈએ અને સ્મોકિંગથી દૂર રહેવું જોઈએ.

આગળ વાંચો કઈ 5 વસ્તુઓનો ઉપયોગ કરીને જવાનીમા વાળ સફેદ થતાં રોકી શકાય છે.

વાળને સફેદ થતાં રોકવા અને નેચરલી કાળા કરવા બહુ જ અસરકારક આ 5 ઉપાય

આમળાના પાઉડરને લગાવો – આમળાના પાઉડરને આખી રાત લોખંડની કડાઈમાં પલાળી દો. સવારે તેને વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

કાળા તલનો ઉપાય – કાળાતલને થોડીવાર પાણીમાં પલાળી દો. પછી તેને પીસીને વાળમાં લગાવો. તેનાથી મોટી ઉંમરે પણ વાળ સફેદ થતાં નથી.

કલોંજીની પેસ્ટમાં દહીં અને મધ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ સફેદ થતાં નથી.

નારિયેળ તેલા લગાવો-

નારિયેળ તેલમાં મીઠો લીમડો અને આમળા મિક્ષ કરી તેલ ગરમ કરો. પછી તેને નવશેકું કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે.

પપૈયાનો ઉપાય-
પપૈયું પીસીને તેની પેસ્ટ વાળમાં લગાવો. તેનાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

બટાકાનો રસ –
તેમાં રહેલાં બ્લીચિંગ એજન્ટ્સથી વાળ સફેદ થવા લાગે છે. તેને ભૂલથી પણ વાળમાં લગાવવું નહીં.

બિયર- તેને ડાઈશૂટ કર્યા વિના વાળમાં લગાવવાથી વાળ સફેદ થવા લાગે છે અને વાળમાં ડ્રાયનેસ વધે છે.

તો મિત્રો આ વસ્તુઓનો ઉપયોગ કરીને જવાનીમા વાળ સફેદ થતાં રોકી શકાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો