શરમજનક કિસ્સો સામે આવ્યો: 45 વર્ષની સાસુએ પોતાના 27 વર્ષના જમાઈ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, આરોપી જમાઈ ફરાર થઈ ગયો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સાસુ અને જમાઈના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 45 વર્ષની સાસુએ પોતાના 27 વર્ષીય જમાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાસુએ ફરિયાદ નોંધાવી હોવાની સૂચના મળતા જ આરોપી જમાઈ ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસની ટીમ આરોપીને શોધી રહી છે.
આ ઘટના થાણે જિલ્લાના ઉલ્હાસનગરની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પીડિતા હિલલાઈન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં રહે છે. જ્યારે આરોપી જમાઈ પણ ઉલ્હાસનગરમાં જ રહે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી જમાઈ લગ્ન પહેલાં જ પોતાની પત્નીની માતા એટલે કે પોતાની સાસુને એક તરફી પ્રેમ કરતો હતો. જો કે, શરમના કારણે તે પોતાની સાસુ સાથે લગ્ન કરી શકતો નહોતો. એટલે તેણે પીડિતાની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરી હતી. 2018માં બંનેના લગ્ન થયા હતા. આ દરમિયાન એવી ઘટના થઈ કે સાસુએ પોતાના જમાઈ વિરૂદ્ધ જ રેપની ફરિયાદ નોંધાવી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના પ્રેમ સંબંધની લાગી રહી છે. તો પીડિતાની ફરિયાદના આધારે ઉલ્હાસનગર પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસીના કલમ 376, 506 હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ આરોપી ફરાર છે. પરંતુ ટૂંક સમયમાં તેને ઝડપી પાડવામાં આવશે. આ દરમિયાન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, આરોપી જમાઈની ધરપકડ બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે.
લોખંડની પાઈપથી માર માર્યો પછી પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો
થોડા સમય પહેલાં મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં ખૈરાની રોડ પર એક 32 વર્ષીય મહિલાની સાથે પહેલાં રેપ કરવામાં આવ્યો હતો. રેપ બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની પાઈપ નાખી દીધી હતી. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ દિલ્હીની નિર્ભયા કેસની યાદ તાજા કરાવી દીધી હતી. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..