માતા બનશે દીકરીની શિષ્યા! 9 વર્ષની વયે દીક્ષા લેનારી દીકરીની નિશ્રામાં 43 વર્ષની માતા પણ દીક્ષા લેશે

પાલડીની વિતરાગ સોસાયટીમાં દીકરી મહારાજ સાહેબના સાંનિધ્યમાં 43 વર્ષીય માતા 20 જાન્યુઆરીએ દીક્ષા લેશે. જવલ્લે જોવા મળતા કિસ્સામાં દીક્ષા લીધા બાદ દીકરી મહારાજની નિશ્રામાં માતા ધર્મનું જ્ઞાન મેળવશે. માતાની સાથે પિતા પણ તેમના ગુરુના સાંનિધ્યમાં દીક્ષા લઇ રહ્યા છે. 20 જાન્યુઆરીએ સુરત ખાતે દીક્ષાનો કાર્યક્રમ યોજાશે.

હાલ અમદાવાદમાં વરસીદાન વરઘોડો અને મહાપૂજાનો કાર્યક્રમ યોજાશે. વિતરાગ પરમાનંદ જૈન સંઘ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં દીક્ષાર્થીનો વરસીદાનનો વરઘોડો અને બહુમાનનો કાર્યક્રમ યોજાશે. પિતાનો અમદાવાદમાં જન્મ થયો અને હવે અહીંથી સંસારિક જીવન છોડી દીક્ષાર્થી બનશે. વિતરાગ સોસાયટીમાં છેલ્લાં 50 વર્ષથી પરિવાર સાથે રહેતા 45 વર્ષીય મિતુલ જશવંતલાલ દોશી અને તેમનાં પત્ની અર્તિકા જશવંતલાલ દોશીની પુત્રી જિયાએ ડિસેમ્બર 2016માં 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી.

દરમિયાન દીકરી મહારાજના સાંનિધ્યમાં માતાએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પિતાએ પણ ગુરુદેવના સાંનિધ્યમાં ઓક્ટોબરમાં દીક્ષા પ્રદાન મુહૂર્ત કઢાવ્યું હતું. પાલડી વિતરાગ સોસાયટી ખાતે હાલ દીક્ષા અંગીકારનો કાર્યક્રમ ચાલુ છે. પતિ-પત્ની 16 જાન્યુઆરીએ ગૃહત્યાગ કરશે. અમદાવાદથી સુરત જઇને 19મી જાન્યુઆરીએ રથયાત્રા અને ત્યાર બાદ 20મી જાન્યુઆરીએ નીતિ સંયમોધાન ખાતે દીક્ષા અંગીકાર કરશે. દીકરી મહારાજ સાહેબની નિશ્રામાં માતા હવે તેની શિષ્યા બનશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો