અજબ પ્રેમકહાણી! દાહોદમાં છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને લઇને ભાગી ગઇ, કિશોરના પિતાએ પોલીસમાં અરજી કરી
ફતેપુરા તાલુકામાં રહેતી આશરે 35થી 40 વર્ષની ઉંમર ધરાવતી છ સંતાનની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને પતિ તરીકે રાખવા માટે ભગાડી ગઈ છે. કિશોરને પોતાની સાથે લઇ ગયા બાદ બંનેને પકડીને પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે કિશોરને લઇને બીજી વખત રવાના થઇ ગઇ હતી. શોધખોળ બાદ પણ બંનેનો કોઇ જ પતો નહીં લાગતાં અંતે કિશોરના પિતાએ પોલીસ મથકે અરજી પણ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મહિલાની એક દીકરીનું લગ્ન થઈ ગયું છે
ફતેપુરા તાલુકાના બે પરિવાર ગાંધીનગર ખાતે એકસાથે મજૂરીકામ કરતા હતા. ત્યારે એક પરિવારમાં 6 સંતાનની માતા એવી મહિલા બીજા પરિવારના 14 વર્ષીય કિશોર પર મોહી પડી હતી. પ્રેમી બનાવ્યો હતો એટલી ઉંમરના તો મહિલાનાં બાળકો છે અને એક દીકરીનું તો લગ્ન પણ કરી દીધું હોવાનું જાણવા મળ્યુ છે. કિશોર અને તેનો પરિવાર કોઇ કારણોસર વતન આવી ગયો હતો, ત્યારે પ્રેમમાં અંધ મહિલા ગાંધીનગરથી એકલી આવીને કિશોરને સુખસર બોલાવી લઇને ગાંધીનગર રવાના થઇ ગઇ હતી.
તક મળતાં જ મહિલા કિશોરને લઇ ભાગી ગઈ
મહિલાના પતિએ કિશોરના ઘરે જઇને છોકરો તેની પત્નીને ભગાડી ગયો હોવાની જાણ કરી હતી. બંને ગાંધીનગર જ હોવાની જાણ થતાં કિશોરનો પરિવાર 5 દિવસ પહેલાં બંનેને પકડીને બસ દ્વારા ફતેપુરા લાવી રહ્યા હતા. ત્યારે સંતરામપુરમાં મહિલાએ વાકચાતુર્ય વાપરી તેને લઇ જશો તો સાસરી પક્ષવાળા તમારી પાસેથી દાવો માગશે એમ કહીને બધાને બસમાંથી ઉતારીને વાતે વળગાડ્યા હતા. તકનો લાભ લઇને તે ફરીથી સંતરામપુરથી કિશોરને લઇને રવાના થઇ ગઇ હતી. તપાસ દરમિયાન આ મહિલા કિશોર સાથે પોતાના પિયરમાં હોવાનું જાણવા મળ્યુ છે. જોકે તે કિશોરને પરત ન આપી તેના પતિ તરીકે રાખવા માગે છે.
મહિલા કિશોરને પતિ તરીકે રાખવા ભગાડી ગયાની અરજી આવી છે એના આધારે તપાસ ચાલુ છે. કિશોરની ઉંમરના પુરાવા લઇને તેના પિતાને કાલે બોલાવ્યા છે. અભ્યાસ બાદ ગુનો દાખલ કરાશે. – એન.પી સેલોત, પીએસઆઇ
આધાર કાર્ડમાં કિશોરની જન્મ તારીખ 2007ની, કિશોર 1997નો દાવો કરે છે
છોકરાના પિતાએ આધાર કાર્ડમાં લખેલી જન્મ તારીખ પરથી તેની ઉંમર 14 વર્ષની હોવાનો દાવો કરીને અરજી કરી છે, પરંતુ અંગત વર્તુળોના જણાવ્યા પ્રમાણે છોકરાએ તેના પિતા સાથે વાત કરી હતી અને તે 1997માં જન્મ્યો હોવાનું જણાવ્યું હતું. છોકરા મુજબ તે પુખ્ત થઇ ગયો છે, જ્યારે પિતા મુજબ તે હજી સગીર છે. માટે પોલીસ પણ વિમાસણમાં મુકાયેલી છે. જોકે સોમવારે છોકરાનો પરિવાર અને મહિલાના પિયર તથા સાસરી પક્ષના લોકો સુખસરમાં ભેગા થશે એવું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..