આ 4 બીજ કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ જેવા ગંભીર રોગોથી બચાવે છે, રોજ 1 ચમચી ખાશો તો નહીં થાય રોગ
આપણે જેવું ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે, જેથી સ્વાસ્થ્ય માટે લાભકારી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એવી જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જુદા-જુદા બીજ. આજકાલ અલગ-અલગ બીજ જેવા કે ચિયા સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ સીડ્સ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. દરરોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ. ચાલો જાણીએ આવા સીડ્ય વિશે.
ચિયા સીડ્સ
ચિયા સીડ્સ ખૂબ જ ફાયદાકારક છે. આ તકમરિયા એટલે કે ફાલૂદામાં જે સીડ્સ વપરાય છે તેનાથી અલગ હોય છે પરંતુ દેખાવમાં બંને એક સમાન લાગે છે. ચિયા સીડ્સમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. એન્ટિ-એજિંગ માટે ઉપયોગી છે અને કેન્સર જેવા રોગોથી રક્ષણ કરે છે. સાથે જ તેમાં કેલ્શિયમની અઢળક માત્રાની સાથે-સાથે એમાં મેગનીઝ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ રહેલું છે. તે ગ્લુટન-ફ્રી છે જેથી પાચન માટે ઘણા લાભદાયી છે. એ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. રોજ 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં એક કલાક પલાળીને ખાઓ.
તલ
હેલ્થ માટે કાળા અને સફેદ બંને તલ ખૂબ જ લાભકારક છે. તે કેલ્શિયલનો બેસ્ટ સોર્સ છે. સાથે જ તેમાં મેગ્નેશિયમ, મેન્ગનીઝ, ફૉસ્ફરસ, પોટેશિયમ જેવાં ખનિજ તત્વો પણ એમાં ભરપૂર માત્રામાં મળે છે એટલે એ હાડકાંઓની મજબૂતી માટે ખૂબ ઉપયોગી છે. આર્થ્રાઇટિસના દરદીઓ માટે તલ ઘણા ફાયદેમંદ છે. તમે રોજ એક ચમચી શેકેલા તલ ખાઈ શકો છો.
સનફ્લાવર સીડ્સ
સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ આજકાલ ખૂબ વધ્યું છે. કારણ કે તેમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે. તે સ્કિન અને વાળ માટે લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ સીડ્સ ગજબ અસર કરે છે. આ બીજમાં સેલેનિયમ નામનું તત્વ છે જે કેન્સરથી બચાવે છે. સ્ટ્રેસ, માઇગ્રેન જેવી માનસિક સમસ્યાઓમાં પણ એ ઉપયોગી છે. રોજ એક ચમચી શેકેલા સીડ્સ ખાઈ શકો છો.
કોળાનાં બીજ
કોળાનાં બીજને અંગ્રેજીમાં પમ્પકિન સીડ કહે છે. આ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. જે મસલ્સ એટલે કે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. હાર્ટને હેલ્ધી રાખે છે. બીપી કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત એ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ બીજ રોજ એક ચમચી ખાઓ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..