રુંવાડા ઉભા કરી નાંખે એવી સામૂહિક દુષ્કર્મની ઘટના! ‘મારા નગ્ન ફોટો લીધા, મને પોતાના ઘરે બોલાવી અને દરરોજ….’

દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે આસામ રાજ્યમાં (Assam news) રુંવાડા ઊભા કરી નાંખે એવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બોંગાઈગાવ જિલ્લામાં (Bongaigaon district) એક મહિલાએ 4 લોકો ઉપર સામૂહિક દુષ્કર્મનો (gang rape) આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે ચાર લોકોએ મળીને આશરે બે વર્ષ સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં જ્યારે પીડિતાએ ફરિયાદ (police complaint) કરવાની વાત કહી તો તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેમ તેમ કરીને તેણે પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી હતી. પરંતુ ત્યાંથી પણ નિરાશા હાથ લાગી હતી. મહિલાનો આરોપ છે કે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ પોલીસ (police) કોઈ કાર્યવાહી ન કરી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી નગ્ન તસવીરો
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે આસામના બોંગાઈગાવ જિલ્લામાં ચાર લોકોએ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ નિષ્ક્રિય બની રહી. આરોપીએ તેની આપત્તિજનક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને વાયરલ કરી દીધી છે. તેને બ્લેકમેઈલ કરવામાં આવી રહી છે. તેનો ચહેરો કાળો કરીને બેઈજ્જત કર્યો છે. એટલું જ નહીં તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણએ 23 વર્ષીય પીડિતા બોંગઈગાવ જિલ્લાના બૌડી બજાર ભાલાગુરી વિસ્તારની રહેવાશી છે. આરોપી તેમના મહોલ્લાના જ છે. છેલ્લા બે વર્ષથી તેને પરેશાન કરી રહ્યા છે. અને બ્લેકમેઈલ કરીને સામૂહિક દુષ્કર્મ કરી રહ્યા છે.

પીડિતાએ 29 સપ્ટેમ્બરે બોંગઈગાવ સદર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પીડિતાનું કહેવું છે કે ફરિયાદ કરવા છતાં પણ પોલીસે ખુલ્લેઆમ ફરી રહેલા આરોપીઓ સામે કોઈ પગલાં લેતી નથી.

બાળકો અને પતિને જાનથી મારી નાંખવાની આપી ધમકી
પીડિતાએ પોલીસ પાસે નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ચાર લોકો છેલ્લા બે વર્ષથી 10-15 દિવસે મારું યોન શૌષણ કરી રહ્યા છે. મારી નગ્ન તસવીરોનો ઉપયોગ કરીને મને બ્લેકમેઈલ કરી રહ્યા છે. તેમણે મારા બાળકો અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

મહિલાએ જણાવ્યું કે પતિ દિલ્હીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. કોવિડના કારણે ઘરે પરત આવી ગયા હતા. ન્યાય માટે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી પરંતુ મદદ મળી નહીં. જોકે, પોલીસનું કહેવું છે કે આ મામલે ક્રોસ કેસ નોંધવામાં આવ્યો છે. અને પીડિતાનું મેડકલ કરાવીને નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો