સોનુ સૂદે ફરી કર્યું પ્રસંશનીય કામ: ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત લાવશે
વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. હજી પણ તેની મદદ ચાલુ જ છે અને માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના લોકોની પણ સોનુ મદદ કરી રહ્યો છે. હવે સોનુ સૂદ ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે ભારત લાવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સોનુ સૂદે જણાવ્યું કે, લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે ફિલીપાઈન્સના 39 બાળકોને નવી દિલ્હી લાવવાની વ્યવસ્થા કરશે. આ બાળકોની ઉંમર એકથી પાંચ વર્ષ છે. ફિલીપાઈન્સના ઘણાં બાળકો લીવરની બીમારીથી પીડિત છે અને કોરોનાને કારણે આ બાળકો સર્જરી માટે દિલ્હી આવવામાં અસમર્થ છે. સોનુએ ટ્વિટ કરીને કહ્યું- આ અનમોલ જીવનને બચાવવાના છે. આગામી બે દિવસમાં આ 39 બાળકો ભારત માટે ઉડાન ભરશે. બાળકો તમારો બેગ પેક કરી લો.
Let’s save these precious lives.
Will get them to India in the next two days.
Lining up for these 39 angels.
Pack their bags. ✈️ https://t.co/oY700MN4B2
— sonu sood (@SonuSood) August 13, 2020
સોનુના આ નેક કામ માટે લોકો સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે. હાલમાં જ એક સ્ટૂડન્ટે સોનુને ટ્વિટ કરીને યૂપીએસસીની બુક્સ ખરીદવામાં મદદ કરવા કહ્યું હતું. તો સોનુએ ટ્વિટ કરીને તેનો એડ્રેસ માંગ્યો હતો અને કહ્યું બુક્સ ઘરે પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ અત્યાર સુધી હજારો મજૂરો, વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોની મદદ માટે આગળ આવ્યો છે. હાલમાં જ તેણે દશરથ માંઝીના પરિવારની પણ આર્થિક મદદ કરવાની વાત કહી હતી. આ સિવાય સોનુ સૂદ વિદેશમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓને પણ વતન પાછા લાવવામાં મદદ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..