કબજિયાતની તકલીફથી આ 3 સરળ યોગાસન અપાવશે છુટકારો, નિયમિત કરવાથી ચોક્કસ થશે લાભ

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. મોડા ઊઠવાની ટેવ, અનહેલ્ધી ફૂડ અને ઓછી શારીરિક એક્ટિવિટીના કારણે પણ આ તકલીફ ઊભી થાય છે. કબજિયાત ન માત્ર તમારો મૂડ ખરાબ કરે છે, પરંતુ તમારો દિવસ પણ ખરાબ જાય છે. તમે કામમાં ધ્યાન પરોવી શકતા નથી આ સિવાય આખો દિવસ તમારૂં ધ્યાન તેના પર જ રહે છે. ઘણા લોકો કબજિયાતથી છુટકારો મેળવવા માટે દવા લેતા હોય છે અથવા ઘરગથ્થું ઉપચાર કરતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, કબજિયાતથી છુટકારો મેળવવા માટેનો સૌથી સુરક્ષિત અને કુદરતી ઉપાય છે, યોગાસન.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કબજિયાતમાં યોગાસન કેવી રીતે મદદગાર છે?
યોગાસન તમારા શરીરને ફ્લેક્સિબલ અને ટોન્ડ બનાવવાની સાથે-સાથે અન્ય પણ ફાયદા કરાવે છે. યોગાસન કરવાથી પાચન શક્તિને લગતી સમસ્યાનો ઉકેલ આવે છે. આ સિવાય યોગાસન તણાવને દૂર કરે છે, જે પણ કબજિયાત માટે જવાબદાર છે. તમારા મગજને શાંત કરવા માટે પણ યોગાસનથી શ્રેષ્ઠ કંઈ નથી. અમે અહીંયા તમને 3 યોગાસન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને કબજિયાતથી છુટકારો અપાવશે.

પવનમુક્તાસન
પીઠના બળે જમીન પર ઊંઘી જાઓ. તમારા ઘૂંટણ વાળો અને સાથણને પેટની નજીક લાવો. ઘૂંટણ અને પગની ઘૂંટીને સાથે રાખવી. તમારા પગને બંને હાથથી પકડો. તમારૂં માથું ઊંચું કરો અને દાઢીને છાતી સાથે અડાડો. આ સ્થિતિમાં 4-5 સેકન્ડ માટે રહો અને ત્યારબાદ ફરીથી આ રીતે યોગાસન કરો.

મલાસન
મલાસન કરવા માટે સૌથી પહેલા તમારા ઘુંટણને વાળીને મળ ત્યાગની અવસ્થામાં બેસી જાઓ. બેસ્યા પછી બંને હાથને ઘૂંટણ પણ ટેકવો. હવે બંને હાથની હથેળીઓને સાથે કરીને નમસ્કારની મુદ્રા કરો. 4-5 વખત આ સ્થિતિમાં બેસી રહો. બાદમાં બંને હાથ ખોલીને ફરીથી ઊભા થઈ જાઓ.

બાલાસન
બાલાસન કરવા માટે તમારે સૌથી પહેલા વજ્રાસન ની સ્થિતિ મા બેસી જવું. વજ્રાસનની સ્થિતિમાં બેસતા સમયે તમારે તમારી કમર ટટ્ટાર રાખવી. હવે ઊંડો શ્વાસ લેવો અને તમારા શરીરને આગળની તરફ ઝૂકાવવું. શરીરને આગળની તરફ ઝુકાવ્યા બાદ તમારા બંને હાથને આગળ સીધા રાખવા અને માથાને જમીન પર અડકાવવાનો પ્રયાસ કરો. 4-5 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો