ત્રણ મહિના પહેલા જન્મેલી પાલડી શિશુગૃહની બાળકીને મળ્યા માતા-પિતા, કોલકાતાના દંપતીએ દત્તક લીધી

ત્રણેક મહિના પહેલા શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં જન્મેલી બાળકીને આજે માતા-પિતા મળ્યાં છે. નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોલકાતાના એક દંપતીએ પાલડી શિશુગૃહની સાડા ત્રણ મહિનાની બાળકીને દત્તક લીધી હતી. શિશુગૃહ તરફથી આપવામાં આવેલું નામ આરુ અને બાળકીને દત્તક લેનાર માતા-પિતાએ રાખેલું નામ રૂપલને આજે દત્તક લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

20 દિવસમાં જ બાળકીને દત્તક આપવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી
કોલકાતામાં રહેતા વિકેશ બસીન અને તેમના પત્ની શ્યામારતીને સંતાન ન હોવાથી વર્ષ 2017થી બાળક દત્તક લેવા અરજીઓ લઈ હતી. તેઓએ પશ્વિમ બંગાળ, ગુજરાત અને ચંદીગઢમાંથી બાળક દત્તક લેવા અરજી કરી હતી. કોલકાતામાં શિપિંગ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા વિકેશ અને તેમના પત્ની જેઓ ટીચર તરીકે નોકરી કરે છે. તેઓને બાળકી જ દત્તક લેવી હતી. પાલડી શિશુ ગૃહમાં રહેલી બાળકીનો ફોટો જોતા જ તેને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેઓ અમદાવાદ આવ્યા હતા જ્યાં બાળકીને દત્તક લેવાની પ્રક્રિયા અને એડોપશન કમિટી સાથે વાતચીત કરી હતી. તમામ પ્રક્રિયા અને ચકાસણી બાદ બાળકીને આ દંપતીને દત્તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

બાળકીને દત્તક લેનાર વિકેશે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ 2017થી જ અરજી કરતા હતા. આજે આ બાળકીને લઈને તેઓ ખુબ જ ખુશ છે. જ્યારે શિશુગૃહના સુપ્રિટેન્ડેન્ટ રિતેશ દવેએ વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકીને દત્તક લેનાર તેના માતા-પિતાને બાળકી ક્યારે જમે છે ક્યારે સુઈ જાય છે, કયુદૂધ પીવે છે તમામ માહિતી આપવામા આવી છે. આ દંપતીએ બાળકીની તમામ વાતોને માત્ર સાંભળી જ નહીં પરંતુ નોંધી પણ લીધી હતી, જેથી બાળકીને ખૂબ જ સારી રીતે ઉછેરી શકાય. તેઓએ ફોટો જોઈને જ બાળકીને પસંદ કરી હતી અને એડોપશન કમિટીની હા બાદ 20 દિવસમાં જ બાળકીને દત્તક આપવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો