રાજકોટના પરિવાર સાથે ઋષિકેશમાં ગોઝારી દુર્ઘટના: લક્ષ્મણ જુલા નજીક લોહાણા પરિવારના 3 વ્યક્તિ નદીમાં ડૂબ્યા
યાત્રાધામ ઋષિકેશમાં ફરવા ગયેલા રાજકોટના પરિવારના 3 વ્યક્તિઓ ગંગા નદીમાં ડૂબ્યા, ઘાટ પર પગ લપાસતા બની દુર્ઘટના, દિકરીને બચાવવા જતા સાસુ અને જમાઈ પણ નદીમાં ડૂબ્યા.
ઉત્તરાખંડના ઋષિકેશમાં રાજકોટના પરિવાર સાથે મોટી દુર્ઘટના ઘટી છે. રાજકોટના પરિવારના 3 વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનાને પગલે ઘાટ પર અફરાતફરી મચી હતી.
ઉત્તરાખંડના ઋષિકેશમાં લક્ષ્મણ જુલામાં ગુજરાતી પરિવાર સાથે ગોઝારો બનાવ બન્યો છે. રાજકોટના રેવેન્યુ વિભાગના દિલીપ કારિયાનો પરિવાર 3 દિવસ અગાઉ હરીદ્વાર ફરવા ગયો હતો. જે દરમિયાન નદીમાં સ્નાન કરવા અર્થે લક્ષ્મણ જુલા ખાતે નિલકંઠ મહાદેવ નજીકના ઘાટ પર ગયા હતા, જ્યાં દિલીપભાઈની પૌત્રીનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગી હતી. આ દીકરીને ડૂબતાં જોઈ સાસુએ સૌ પ્રથમ નદીમાં ઝંપલાવી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નદીનું વહેણ વધારે હોવાને લીધે બંને તણાઇ રહ્યા હતા. જે બાદ દિલીપભાઈના જમાઈ પણ બંનેને બચાવા કુદ્યા હતા પણ તે પણ ડૂબવા લાગ્યા હતા.
સ્થાનિક તંત્રએ અન્ય 2 વ્યક્તિઓની નદીમાં શોધખોળ હાથધરી
બપોરે બનેલી આ ઘટનામાં દિલીપભાઈની પૌત્રી સાથે સાસુ અને જમાઈ પણ નદીમાં ડૂબાઈ જતાં ઘાટ પર બચાવો બચાવોની ચીસો પડતી હતી પણ નદીનું વહેણ વધારે હોવાને લીધે કોઈ બચાવવા જાય તે પહેલા ત્રણેય લોકો તણાઇ ગયા હતા. જે બાદ સ્થાનિક તંત્રને ઘટનાની જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં ગોતા લગાવીને ત્રણેય લોકોને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જે બાદ મહામહેનતે નદીમાં ડૂબેલી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પણ અન્ય 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ દિલીપ કારિયાના પરિવારને સાંત્વના પાઠવી છે જ્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પરિવારને બનતી મદદની ખાતરી આપી છે. તેમજ બનાવ અંગે દૂખ વ્યકત કર્યું છે.
ઋષિકેશમાં જ્યારે આ બનાવ બન્યો તે પૂર્વે મૃતક સોનલબેહેને પોતાના માતા-પિતા સાથે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવતા સમયે દીકરી તેમજ તેના માતા-પિતાને ખ્યાલ પણ નહોતો કે આ તેમનો એક સાથે અંતિમ વીડિયો હોઈ શકે છે. ખમ્મા ઘણી લાડકવાઈ ને ઘણી ખમ્મા નામના સોંગ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. ત્યારે વીડિયો જોઈને દરેકની આંખમાં હાલ આંસુ આવી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..