ઈન્દોરના યુવાને ગૂગલની 280 ભૂલો શોધી આપી, કંપનીએ ઈનામ તરીકે રૂપિયા 65 કરોડ આપ્યા

ઈંદોરના યુવાન અમન પાંડેને ગૂગલે 65 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. અમને ગૂગલની 280 ભૂલ શોધી કાઢી બગ રિપોર્ટ મોકલ્યો હતો. અમન ઈંદોરમાં બગ્સ મિરર નામની કંપની ચલાવે છે. ગૂગલે ગયા વર્ષે પોતાની વિવિધ સેવાઓ અંગે બગ રિપોર્ટ મોકલનારને 87 લાખ ડોલર ઈનામ આપ્યું હતું. ગૂગલે પોતાના અહેવાલમાં ઈન્દોરના અમનનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ગૂગલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે બગ્સ મિરર ટીમના અમન પાંડેય ગયા વર્ષે અમારા ટોપ રિસર્ચર રહ્યા.

2019થી કરી રહ્યા છે બગ રિપોર્ટ
ગૂગલે કહ્યું હતું કે ગયા વર્ષે 232 બગ રિપોર્ટ કર્યા. તેમણે વર્ષ 2019માં પ્રથમ વખત પોતાનો રિપોર્ટ આપ્યો હતો અને ત્યારથી અત્યારસુધી તેઓ એન્ડ્રોઈડ વલ્નરેબિલિટી રિવોર્ડ પ્રોગ્રામ (VRP)માટે 280થી વધારે વલ્નરેબિલિટી અંગે રિપોર્ટ કરી ચૂક્યા છે. આ અમારા કાર્યક્રમને સફળ બનાવવા મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે.

અમને ભોપાલ NITથી બીટેક કર્યું છે. તેમણે વર્ષ 2021માં પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમનની કંપની બગ્સ મિરર ગૂગલ, એપ્પલ તથા અન્ય કંપનીઓને તેની સિક્યોરિટીઝ સિસ્ટમને વધારે મજબૂત બનાવવામાં મદદ કરે છે.

કરોડો ડોલરનું ઈનામ આપી ચૂક્યું છે ગૂગલ
ગયા વર્ષે આ પ્રોગ્રામ હેઠળ 220 સિક્યોરિટી રિપોર્ટ માટે 2,96,000 ડોલરની ચુકવણી કરવામાં આવી. આ વખતે ક્રોમ વીઆરપી હેઠળ 115 સંશોધનકર્તાને 333 ક્રોમ સિક્યોરિટી બગ અંગે રિપોર્ટ કરવા માટે કુલ 33 લાખ ડોલર આપ્યા. આ 33 લાખ ડોલરમાંથી 31 લાખ ડોલર ક્રોમ બ્રાઉઝર સિક્યોરિટીઝ બગ અને 2,50,500 ડોલર ક્રોમ OS બગનો રિપોર્ટ કરવા માટે આપ્યા છે.

ગૂગલ પ્લેએ 60થી વધારે સંશોધનકર્તાઓને 5,55,000 ડોલરથી વધારે રિવોર્ડ પેટે આપ્યા. એન્ડ્રોઈડ VRPએ વર્ષ 2021માં વર્ષ 2020ની તુલનામાં બે ગણી ચુકવણી કરી છે અને તેને એન્ડ્રોઈડમાં એક એક્સપ્લાઈટ ચેનની ભાળ મેળવવા માટે અત્યારસુધી સૌથી મોટી રકમ 1,57,000 ડોલર ચુકવણી કરી છે.

અમને સ્ટાર્ટઅપથી કંપની શરૂ કરી હતી
અમને પોતાની બગ્સ મિરર અંગે કહ્યું હતું કે અમારી કંપનીની શરૂઆત જાન્યુઆરી, 2021માં થઈ છે. અત્યારે મેનેજમેન્ટ ટીમમાં ચાર લોકો છે, બાકી ઈન્ટર્ન છે. તેમણે કહ્યું હતું કે અમે લોકોએ તેની શરૂઆત સ્ટાર્ટઅપ સ્વરૂપે કરી છે. અમન ઈન્દોરમાં કામ માટે રહે છે. બગ્સની સફળતા અંગે ટીમ ઘણી ઉત્સાહિત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો