બેંગ્લોરમાં 27 વર્ષની યુવતીએ શરુ કર્યો ગાયનાં શુદ્ધ દૂધનો બિઝનેસ, 2 વર્ષમાં 1 કરોડથી વધુનું ટર્નઓવર
વર્ષ 2012માં ઝારખંડની શિલ્પી સિન્હા બેંગ્લુરુ ભણવા આવી હતી. તેને નાનપણથી ગાયનું શુદ્ધ દૂધ પીવાની ટેવ હતી, પણ અહીં તેને દૂધ ખરીદવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો. શિલ્પીએ દૂધના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર્યું. એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું સરળ તો હતું જ નહીં, પણ આજે તેની મહેનતને લીધે ‘ધ મિલ્ક ઈન્ડિયા’ કંપનીનું ટર્નઓવર 2 વર્ષમાં 1 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂક્યું છે.
11 હજાર રૂપિયાથી કરી હતી બિઝનેસની શરૂઆત
શિલ્પીને તમિળ કે કન્નડ કોઈ પણ ભાષા આવડતી નહોતી, તેમ છતાં તે ખેડૂતો પાસે જઈને ગાયની સંભાળ રાખવા વિશે શીખવાડતી હતી. તેણે ક્રાઉડ ફંડિગથી આ બિઝનેસ 11 હજાર રૂપિયામાં શરુ કર્યો હતો. શરૂઆતમાં શિલ્પીને દૂધ સપ્લાઈ કરવા માટે કર્મચારી મળતા નહોતા, આથી તેને સવારના 3 વાગ્યામાં એકલા ખેતરોમાં જવું પડતું હતું, તે પોતાની સુરક્ષા માટે ચપ્પુ અને મિર્ચ સ્પ્રે રાખતી, આજે તેના ગ્રાહકોની સંખ્યા 500 થઈ ગઈ છે.
દૂધની ગુણવત્તા પર કરે છે ફોકસ
શિલ્પીએ પોતાના બિઝનેસ વિશે જણાવ્યું કે, મારી કંપની હાલ 62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ગાયનું શુદ્ધ દૂધ આપે છે. આ દૂધ પીવાથી બાળકોના હાડકાં મજબૂત થાય છે અને કેલ્શિયમ પણ વધે છે. અમે દૂધની ગુણવત્તા પર સૌથી વધારે ધ્યાન રાખીએ છીએ.
ખેડૂતોને ગાયને સારો ખોરાક ખવડાવવાનું મહત્ત્વ સમજાવ્યું
શિલ્પી કોઈ પણ વ્યક્તિનો ઓર્ડર લેતા પહેલાં તેના બાળકની ઉંમર પૂછે છે. 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકને તે દૂધ ડિલિવરી કરતી નથી. શરૂઆતમાં શિલ્પાએ જોયું કે ખેડૂતો ગાયને લીલો ઘસચારો ખવડાવવાને બદલે રેસ્ટોરાંનો વધેલો એઠવાડ ખવડાવતા હતા. શિલ્પીએ ઘરે-ઘરે જઈને ખેડૂતોને સમજાવ્યું કે ગાયને જેવો-તેવો ખોરાક આપવાથી દૂધની ગુણવત્તા ઘટી જાય છે અને આવું દૂધ બાળકોને પીવડાવવાથી તેમને નુકસાન થાય છે. હવે ખેડૂતો પણ ગાયને સારો ખોરાક આપે છે. શિલ્પીનો નેક્સ્ટ ટાર્ગેટ બને તેમ વધુ લોકો સુધી ગાયનું શુદ્ધ દૂધ પહોંચાડવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..