તક્ષશિલા અગ્નિકાંડને આજે 1 વર્ષ પુર્ણ, દીવો પ્રગટાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે

સુરત સહિત દેશને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનાને 24મી મેના રવિવારના દિવસે એક વર્ષ પૂર્ણ થશે. આ દિવસે કાળનો કોળિયો બની ગયેલા 22 વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલી અપાશે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વરાછાવાસીઓએ 24 મીએ સાંજે 9 કલાકે બાલ્કનીમાં દીવો પ્રગટાવી શ્રધ્ધાંજલી આપવા અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે વરાછાના સ્થાનિકોએ જણાવ્યું કે 24 મીએ તક્ષશિલા અગ્નિકાંડનો કાળો દિવસ છે . આ ઘટના મામલે આરોપીઓ જે થોડા સમય માટે લાજપોરમાં જેલમાં બંધ હતા તેવા અધિકારીઓને પાલિકામાં જરૂરત હોય તેમ બહાના કાઢી જામીન પર બહાર કાઢીને કોરોનાની આ મહામારીમાં ફરજ પર લેવામાં આવ્યાં તે દુ:ખની વાત છે. અમારી વિનંતી છે કે, 24મીએ સાંજે 9 કલાકે સુરત સહિત સમગ્ર રાજ્યમાં આપણે બધા બાલ્કની બહાર દીવો કરી વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી આપીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો