સુરતના આ બિલ્ડર 225 વડીલોને પોતાના ખર્ચે કરાવશે હરિદ્વાર-ઋષિકેશની યાત્રા
સુરત એ સેવાના કાર્ય માટે જાણીતું શહેર છે. સામાજિક કે ધાર્મિક કાર્ય કરવાનું હોય તો લોકો હંમેશા ખડે પગે રહે છે. આવી જ એક ધાર્મિક યાત્રા હવે વડીલો વિનામૂલ્યે કરી શકશે. કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી શકશે. આ યાત્રા જેમની ઉંમર 60 વર્ષથી વધુની હોય અને જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તે વડીલો માટે હવે હરિદ્વાર અને ઋષિકેશની યાત્રાનું આયોજન અડાજણના રાજુભાઇ દિયોરાએ કર્યું છે.હરિદ્વાર અને ઋષિકેશ માટે 10 દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ટ્રેન દ્વારા આ યાત્રામાં 225 લોકોને લઇ જવાશે. આવવા-જવાનો તમામ ખર્ચે અને રહેવા અને જમવાનું વિનામૂલ્યે આપવામાં આવશે. સૌથી પહેલાં સુરતથી ટ્રેન મારફતે હરિદ્વાર લઇ જવામાં આવશે, ત્યારબાદ હરિદ્વારથી ઋષિકેશ બસમાં લઇ જવાશે. આ દરમિયાન તમામ પ્રકારની જરૂરિયાત પુરી કરવામાં આવશે.
અડાજણમાં રહેતા અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા રાજુભાઇ દિયોરાના જણાવ્યા અનુસાર જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને જેમને હરિદ્વાર અને ઋષિકેશ જવાની ઇચ્છા હોય તે તમામ વડીલોને હું મારા ખર્ચે લઇ જવા માંગુ છું. આ આયોજન હું પ્રથમવાર કરી રહ્યો છુ. લોકોને વર્ષોથી ઇચ્છા હોય છે કે, હરિદ્વાર અને ઋષિકેશની ધાર્મિક યાત્રા કરવી છે, પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કરી શકતા નથી. જેથી મને વિચાર આવ્યો કે આ તમામ વડીલો જેઓની ઉંમર 60 વર્ષથી વધુની છે, તેઓને હું યાત્રા કરાવીશ. હમણાં તો 225 વડીલોનું લિસ્ટ ફાઇનલ થઇ ગયું છે. હજી સુધી યાત્રા માટે કોઇ તારીખ નક્કી નથી પણ 27 જુલાઇ પછી કાર્યક્રમ નક્કી કરાશે. આ આયોજન સફળ રહેશે તો આવતા વર્ષે પણ આયોજન કરવાનું વિચારીશ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
આ પણ વાંચજો..
- લગ્ન માટે પટેલ સમાજના છોકરાઓને પડી રહેલી મુશ્કેલીઓ પાછળ આ છે કારણ.. દરેક સમાજને લાગુ પડે એવી વાત.. જાણો વિગતે..
- એકલા હાથે સમાજના સાથથી અવિરત પણે આરંભાયેલ મહા અભિયાન… મુગ્ધા સેમિનાર.
- એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે