22 વર્ષના છોકરાએ વધાર્યું ભારતનું ગૌરવ, કચરામાંથી બનાવ્યું ડ્રોન, ઈન્ટરનેશનલ ડ્રોન એક્સ્પોમાં મળ્યો આલ્બર્ટ આઇન્સ્ટાઇન ગોલ્ડ મેડલ
એક 22 વર્ષના છોકરાએ ભારતનું નામ દુનિયાના ફલક પર ચમકાવ્યું છે. તે પણ પોતાના ઇનોવેટિવ આડિયા દ્વારા. કર્ણાટકને એન.એમ. પ્રતાપે ઈ-કચરામાંથી ડ્રોન બનાવ્યું છે. આ આ ડ્રોન એવું છે કે દુનિયા તેની દીવાની થઈ ગઈ.
14 વર્ષની ઉંમરે પ્રતામે પહેલીવાર ડ્રોન જોયું હતું. જે બાદ પોતે જ ડ્રોન ચલાવવાથી લઈને તેનાથી રમવાનું અને રિપેર કરવાનું શરું કરી દીધું. આપણે ત્યાં કહેવત છે કે ‘કરત કરત અભ્યાસ જડ મતિ હોત સુજાન’ 16 વર્ષની વયે જ તેણે પોતાના દમ પર પહેલું ઉડતું ડ્રોન બનાવ્યું. આ ડ્રોન ફોટો પણ લઈ શકતું હતું. આ ડ્રોનની ખાસિયત એ હતી કે તે કચરામાંથી બનાવાયું હતું.
પ્રતાપ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. પરિવારની સ્થિતને જોતા ડ્રોન માટે જરુરી મોંઘો નવો સામાન ખરીદવાની શક્તિ નહોતી. જેથી તેણે જૂના ઈ-કચરામાંથી ડ્રોન બનાવ્યું. વર્ષ 2018માં જર્મનીમાં ઈન્ટરનેશનલ ડ્રોન એક્સ્પો થયો જેમાં પ્રતાપને આલ્બર્ટ આઇંસ્ટાઇન ગોલ્ડ મેડલ મળ્યો.
22 વર્ષના પ્રતાપ આઈઆઈટી બોમ્બે અને આઈઆઈએસસીમાં લેક્ચર પણ આપી ચૂક્યા છે. હાલ તે DRDOના એક પ્રોજેક્ટ પર કામ કરે છે. કર્ણાટકમાં આવેલ પૂર દરમિયાન પ્રતાપના ડ્રોન ખૂબ જ મદદગાર સાબિત થયા હતા. આ ડ્રોન્સે રાહત કાર્યોમાં ઘણી મદદ કરી હતી.
પ્રતાપના ડ્રોનની ખાસીયત એ છે કે તે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. તેમજ આ ડ્રોન બનાવ્યા બાદ ઈ કચરો પણ ખૂબ જ ઓછો પેદા થાય છે. તૂટેલા જૂના ડ્રોન, મોટર, કેપિસિટરના પ્રયોગથી તેઓ આ ડ્રોન બનાવે છે.
અમારા સહયોગી ઈન્ડિયા ટાઈમ્સ મુજબ પ્રતાપે હજુ સુધીમાં 600થી વધુ ડ્રોન બનાવ્યા છે. પ્રતાપે જણાવ્યું કે તેણે આ પોતાની જાતે શીખ્યું છે. પ્રતાપનું માનવું છે કે જો તમારામાં કંઈક કરવાની પ્રબળ ઈચ્છા હોય તો તેને સળગતી રાખો. ધીરે ધીરે તે જરુર સફળ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..