ધંધુકા જેહાદી કેસમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, હત્યામાં વપરાયેલ પિસ્તોલ અને બાઈક જપ્ત, મૌલાનાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ જિલ્લાનાં ધંધુકા તાલુકામાં કિશન ભરવાડ નામના હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવાના કેસમાં પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો થયો છે. આ સાથે જ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થતાં એક પછી એક સફળતા મળી રહી છે. આજે ગ્રામ્ય એસઓજી દ્વારા ધંધુકા ખાતેની સર મુબારક દરગાહ ખાતે સર્ચ ઑપરેશન હાથ ધરીને હત્યામાં વપરાયેલી પિસ્તોલ અને બાઈક કબ્જે કર્યા છે. આ સિવાય હથિયાર આપનારા ઈસમની મોરબીમાંથી ધરપકડ કરી છે.

ગ્રામ્ય એસઓજી દ્વારા ધંધુકા રોડ પર આવેલી સર મુબારક દરગાહ ખાતે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મસ્જિદની પાછળથી હત્યામાં વપરાયેલી પિસ્તોલ અને બાઈક કબજે કર્યા છે.

તપાસના તાર મોરબી સુધી લંબાયા
આ કેસની તપાસ દરમિયાન મોરબી પોલીસે કિશન ભરવાડની હત્યા કરવા માટે હથિયાર આપનાર ઈસમની ધરપકડ કરી છે. મોરબીના અસિમ સમાના ભાઈ વસિમ બચાની નામના શખ્સે જ હથિયારની વ્યવસ્થા કરી હોવાનો ખુલાસો થયો છે. હાલ મોરબી પોલીસે તેનો કબજો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.

પાકિસ્તાની સંગઠનોના નામ સામે આવ્યા
ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. જેમાં તહેરિક-એ-નમૂને નામનું ઈસ્લામિક સંગઠન કિશનની હત્યા માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ સંગઠન અગાઉ તહેરિક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતુ હતું. જે પાકિસ્તાની રાજકીય પાર્ટી તહેરિક-એ-લબ્બેક સાથે સાંઠગાંઠ ધરાવે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં માલધારી યુવાન કિશન બોળીયાની જાહેરમાં અસામાજીક તત્ત્વો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ બનાવને સમગ્ર જામનગર જિલ્લામાં ભરવાડ સમાજ દ્વારા વખોડીને વિરોધ દર્શાવ્યો છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કિશનભાઇ જેવા યુવાનની હત્યા કરનાર નરાધમો અને જેહાદીઓ જેવી માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા થાય અને આ હત્યામાં જે પણ લોકો સામેલ હોય તેને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવાં આવે સાથે આવા અસામાજિક તત્ત્વોને કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ – હિંદુ જાગરણ મંચ, અને શિવસેના દ્વારા જામનગરમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું.

શું છે સમગ્ર મામલો?
25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડ નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટને લઈને વિવાદ થતાં વિધર્મીઓ દ્વારા કિશનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ બનાવના પગલે સ્થિતિ તંગ બની હતી. હિન્દુ સંગઠનો દ્વારા ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોની માંગ છે કે, કિશન જેવા યુવાનની હત્યા કરનાર નરાધમો અને જેહાદીઓ જેવી માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આ હત્યામાં જે પણ લોકો સામેલ હોય તેને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવાં આવે અને આવા અસામાજિક તત્ત્વોને કડક સજા આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર હત્યાકાંડનું પ્લાનિંગ અમદાવાદમાં થયું હતું. જેમાં મૌલાના મોહમ્મદ અયુબ યુસુફભાઈ જાવરાવાલા સહિત બે શાર્પશૂટરોની ધરપકડ કરી હતી. આ સિવાય મુંબઈના કમર નામનો એક મૌલાના પણ હત્યાકાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. શબીર અને ઈમ્તિયાઝને ભડકાવવા માટે પાકિસ્તાના કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીના ભડકાઉ ભાષણ સંભળાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી શબીરને મૌલાના કમરે જ અય્યુબ સાથે મુલાકાત કરાવી હતી. જે બાદ અય્યુબે શબીરને હત્યા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર
આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ બન્ને આરોપી શબીર અને ઈમ્તિયાઝ પઠાણ બંનેને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે 5 ફેબ્રુઆરી સુધી એટલે કે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

હવે જેમ-જેમ આ હત્યાકાંડની તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ અનેક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. વધુ તપાસમાં પાકિસ્તાન સહિત ગુજરાતના અન્ય જિલ્લાના નવા કનેક્શન ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો