હિમાલયનું શિખર સર કરતા વત્સલ કથીરિયા અને હિરેન લાઠિયા માઉન્ટ ફ્રેન્ડશિપની ટોચે પહોંચ્યા
ઔદ્યોગિક વિકાસ અને ચટાકેદાર વાનગીઓને કારણે દેશ-વિદેશ મા પ્રખ્યાત સુરત શહેરમાં પર્વતારોહણ સહિત ની સાહસિક પવૃતિઓ માં યુવા નો રસ ધરાવતા ન હોવાનો ટોણો સમાંતરે સાંભળવામાં મળે છે. આ માન્યતાથી વિપરીત હાલમાં જ સુરત ની 2 બહેનો માઉન્ટ એવરેસ્ટ સર કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા જોકે પર્વતારોહણની સાહસિક પ્રવૃતિઓમાં હવે સુરત ના 2 વધુ યુવાઓનો ઉમેરો થઇ ગયો છે. સુરત ના વત્સલ કથીરિયા અને હિરેન લાઠીયા એ હિમાલયની તળેટીમાં 17000 ફૂટ ઉંચે આવેલું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.
યુથ રન ઇનવિઝિબલ એન્જિઓ સાથે સંકળાયેલા ગુજરાતના યુવાનોએ હિમાલયની પીરપંજાબ રેન્જમાં આવેલું માઉન્ટ ફેન્ડશીપ શિખર સર કરવાનું આયોજન કર્યું હતું. જેણે આજે 70 પર્વતારોહકની ટીમ શિખર બીપી સર કરવા માટે રવાના થઈ હતી જે પૈકી ફુલ 22 પર્વતારોહકો શિખર સર કરવામાં સફળ સાબિત થયા હતા તેમાં 8 પર્વતારોહકો એ 7 જૂનના રોજ શિખર સર કરી દીધું હતું જ્યારે ૧૪ પર્વતારોહકો 9 જૂન ના રોજ શીખર સર કર્યું હતું આમ જુદા જુદા બે તબક્કામાં કુલ 22 પર્વતારોહકોએ શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. નોધનીય છે કે આ 22 પર્વતારોહકો માં સુરતના વત્સલ્ય કથીરિયા અને હિરેન લાઠીયા નો પણ સમાવેશ થયો હતો.
વળી શિખર સર કરતી વેળાએ હિરેન લાઠીયા એ પોતાની સાથે શ્રીમદ ભગવદ ગીતા પણ રાખી હતી. હિરેન લાઠીયા એ જણાવ્યું હતું કે, હિમાલયની તળેટીમાં આવેલું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર ઘણું જાણીતું છે .આ શિખર 17352 ફૂટની ઊંચાઇએ આવેલું છે. અમારી પર્વતારોહકની ટીમે માઇન્સ ૫ થી ૧૦ ડિગ્રી તાપમાન વચ્ચે આ શિખર સર કર્યુ હતું. શિખર સર કરતી વેળાએ માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મુશ્કેલીઓ સામે હાર માન્યા વિના શિખર સર કરવાની સફળતા હાંસલ કરી છે.