સોશિયલ મીડિયાનો ઉપયોગી કરતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ બ્લૅકમેઇલ કરી 50 હજાર પડાવનાર યુવકની ધરપકડ

સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ તેને બ્લેકમેઇલ કરીને અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેઇલને કારણે કિશોરી ઘરેથી ગુમ થયા બાદ મળી આવતાં તેણે પરિવારને તમામ હકીકત જણાવતાં ગુનો નોંધાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષીય અમિતા (નામ બદલ્યું છે) ધો.12માં અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર 2019માં સોશિયલ સાઇટ પર અમિતાની મિત્રતા આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી (રહે. જાનકી રેસિડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા) સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

સોશિયલ સાઇટ પર અમિતાએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો. તેના આધારે ધ્રુવે અમિતાને બ્લેકમેઇલ કરીને રૂપિયા માગ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ કહ્યા વગર પહેલા 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ અમિતાએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. તેથી ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતી(રહે. જાનકી રેસિડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા)ની આઈડી પરથી અમિતાનો સંપર્ક કરી બ્લેકમેઇલ કરી બીજા 15 હજાર પડાવ્યા હતા. અમિતાએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો. પછી ધ્રુવે અમિતાની પિતરાઈ બહેનના માધ્યમથી અમિતાનો સંપર્ક કર્યો હતો. તેની પિતરાઈ બહેનને ખબર જ ન હતી કે ધ્રુવ તેની સાથે શું વાત કરે છે.

ધ્રુવે ફરી બ્લેકમેઇલ કરતાં બીજા 25 હજાર અમિતાએ ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ પણ ધ્રુવે બ્લેકમેઇલિંગ ચાલુ રાખ્યું હતું. આખરે સોમવારે અમિતાએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

બ્લેકમેઇલને કારણે અમિતા ડિપ્રેશનમાં આવી હતી
બ્લેકમેઇલિંગને કારણે અમિતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ઘરમાં કોઈ સાથે વાત કરતી ન હતી. પોતાના રૂમમાં જ રહેતી હતી. સમયસર જમતી ન હતી. ધ્રુવ અને કાર્તિકના બ્લેકમેઇલિંગથી ત્રાસીને અમિતા ખૂબ જ ડઘાઈ ગઈ હતી. તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તે સતત આત્મહત્યાનો વિચાર કરતી હતી. તે બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થઈ હતી. તે સોસાયટીના બગીચામાં બેસી રહી હતી. બીજા દિવસે મળી હતી. પછી પરિવારને તમામ હકીકત જણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો