ચોમાસામાં શરદી, ઉધરસથી પરેશાન છો તો કરી લો આ ઘરેલૂ ઉપાય, અચૂક થશે ફાયદો જાણો અને શેર કરો

શરદી ખાંસીની તકલીફ બદલાતી સીઝનની સાથે ચાલુ જ રહે છે. એક તરફ ચોમાસું અને બીજી તરફ કોરોનાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. ઉધરસ બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે ઠંડીના કારણે થઈ શકે છે. દેશમાં દરેક તરફ મુશ્કેલી છે ત્યારે તમે તમારી રસોઈની જ કેટલીક ચીજોની મદદથી તેને દૂર કરી શકો છો. જાણી લો રસોઈની કઈ ચીજનો કેવી રીતે ઉપયોગ કરવાથી તમને ફાયદો થઈ શકે છે.

મધ, લીંબુ અને એલચીનું મિશ્રણ

અડધી ચમચી મધ લો અને તેમાં એક ચપટી એલચી અને થોડા ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. આ સિપર દિવસમાં 2 વાર લો. તમારી ઉધરસ અને શરદી દૂર થશે. તેનાથી રાહત મળશે.

ગરમ પાણી

શક્ય તેટલું વધારે ગરમ પાણી પીઓ. તમારા ગળામાં જામેલો કફ ખુલી જશે અને તમે રાહતનો અનુભવ કરશો.

હળદરવાળું દૂધ

ચોમાસાની સીઝનમાં હળદરવાળું દૂધ પીવું. હળદરમાં એન્ટીઓક્સીડન્ટ્સ છે જે કીટાણુઓથી રક્ષા કરે છે. રોજ સૂતા પહેલાં આ 1 ગ્લાસ દૂધ પીવું. તેની એન્ટી ઈન્ફેલમેટરી પ્રોપર્ટીઝ શરદી, ખાંસીમાં રાહત આપે છે.

ગરમ પાણી અને મીઠાના કોગળા

ગરમ પાણીમાં ચપટી મીઠું મિક્સ કરો અને તેનાથી કોગળા કરો. ખાંસી અને શરદીની સાથે ગળામાં રાહત આપશે. તેનાથી ગળાને રાહત મળશે. આ જૂનો નુસખો મદદ કરશે.

મધ અને બ્રાન્ડી

બ્રાન્ડી તો પહેલાથી શરીર ગરમ કરવા માટે જાણીતી છે. તેની સાથે મધ મિક્સ કરવાથી ખાંસી પર અસર થાય છે.

મસાલા વાળી ચા

ચામાં આદુ, તુલસી, કાળા મરી મિક્સ કરીને ચાનું સેવન કરો. આ ત્રણેયના સેવનથી ખાંસીમાં રાહત મળે છે.

આમળા
આમળામાં વિટામીન સી વધારે હોય છે. જે લોહીનો સંચાર કરે છે અને તેમાં એન્ટી ઓક્સીડન્ટ્સ પણ હોય છે. જે તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

આદુ-તુલસી
આદુના રસમાં તુલસી મિક્સ કરો અને તેનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો તેમાં મધ પણ મિક્સ કરી શકો છો.

અળસી
તેના બીજ મોટા હોવાથી તેને ઉકાળો અને તેમાં લીંબુનો રસ અને મધ પણ મિક્સ કરો અને તેનું સેવન કરો. શરદી અને ખાંસીથી પણ આરામ મળશે.

આદુ અને મીઠું
આદુના નાના ટુકડા કાપો અને તેમાં મીઠું મિક્સ કરો. તેને ખાઈ લો. તેના રસથી તમારું ગળું ખૂલશે અને મીઠાથી કીટાણુઓ મરી જશે.

લસણ
લસણને ઘીમાં તતડાવી લો અને ગરમ ગરમ ખાઈ લો, આ સ્વાદમાં ખરાબ હોય છે પણ સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

ઘઉંની થૂલી એટલે કે દલિયો

શરદી અને ખાંસીના ઉપચાર માટે તમે તેનો પ્રયોગ કરી શકો છો. 10 ગ્રામ દલિયો, પાંચ લવિંગ અને થોડું મીઠું લઈને પાણી મિક્સ કરો. તેનો કાઢો બનાવો. એક કપ કાઢો પીવાથી તેને તરત આરામ મળશે. તેના લક્ષણ એક અઠવાડિયા સુધી કે ઓછા સમય સુધી રહે છે. ઘઉંની થૂલીનો પ્રયોગ કરવાથી તમને તકલીફથી રાહત મળશે.

દાડમનો રસ
દાડમના રસમાં થોડું આદુ અને પીપળીનો પાવડર નાંખીને લેવાથી ખાંસીમાં આરામ મળે છે.

કાળા મરી
જો ખાંસીની સાથે કફની સમસ્યા છે તો તમે અડધી ચમચી કાળા મરીને દેશી ઘીની સાથે મિક્સ કરીને ખાવું. તેનાથી આરામ મળશે.

ગરમ પદાર્થોનું સેવન
સૂપ, ચા, ગરમ પાણીનું સેવન કરો. ઠંડું પાણી, મસાલેદાર ખાવાનું વગેરેથી દૂર રહો.

ગાજરનો જ્યૂસ
તમને સાંભળવામાં અલગ લાગે પણ ખાંસી અને શરદીમાં ગાજરનો જ્યૂસ ઘણો ફાયદો આપે છે. બરફની સાથે તેનું સેવન લાભદાયી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો