ગુજરાતમાં કોરોના વાઈરસથી સૌથી નાના દર્દી એવા 14 મહિનાના બાળકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 175 કરતા વધી ગઈ છે અને મોતનો આંકડો 16એ પહોંચી ગયો છે. મૃતકોમાં જામનગરના એક 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક ગત રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જણાવાયા મુજબ, બાળકનું મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે. બાળકના મોતથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસથી આ સૌથી નાના દર્દીનું મોત થયું છે.

આ બાળકને ગત 5મી તારીખે એડમિટ કરવામાં આવ્યું હતું. બાળક એડમિટ કરાયું ત્યારથી જ વેન્ટિલેટર પર હતું. ડોક્ટરોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ બાળકના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર પડી હોવાથી તેની સ્થિતિ નાજૂક બની ગઈ હતી અને આજે (મંગળવારે) તેનું મોત થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓ અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 29 નવા દર્દીઓ નોંધાયા છે, જેના પગલે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 175એ પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુ આંક 16એ પહોંચી ગયો છે. જેમાં જામનગરના આ 14 મહિનાના બાળક ઉપરાંત સુરતમાં બે અને અને પાટણના એક વ્યક્તિના મોતનો સમાવેશ થયા છે.

સુરતમાં આજે એક જ દિવસમાં બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. જેમાં રાંદેરના 52 વર્ષના અહેસાન રસીદ ખાન અને બેગમપુરાના 65 વર્ષના રમેશચંદ્ર રાણાનું નિધન થયું છે. સુરતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45 વર્ષના દર્દીનું ધારપુર હોસ્ટિપલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અમદાવાદમાં 175 કેસની વાત કરીએ તો અમદાવાદમાં 83, સુરતમાં 22, ભાવનગરમાં 14, ગાંધીનગરમાં 13, વડોદરામાં 12, રાજકોટમાં 11, પાટણમાં 5, પોરબંદરમાં 3, ગીર સોમનાથમાં 2, કચ્છમાં 2, મહેસાણામાં 2, મોરબી-પંચમહાલ-છોટાઉદેપુર-જામનગર-હિંમતનગર-આણંદમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

દેશમાં કોરના વાયરસના કેસો જે રીતે વધી રહ્યા છે તેને જોતાં તેલંગણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાની તૈયારી દર્શાવતા તે અંગે કેન્દ્ર સરકારને જાણ કરી છે. હવે બધાની નજર કેન્દ્ર સરકાર પર છે કે તે આગામી 14 એપ્રિલ પહેલા લોકડાઉન અંગે શું નિર્ણય લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો