બુલેટ ટ્રેન શરૂ થાય તે પહેલાં નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી 14 લાખના લોંખડના સળિયા ચોરાયા, બેની ધરપકડ
સાઈટ પરથી છેલ્લા લાબા સમયથી ચોરી થતી હોવાનો અંદાજ
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન નવસારીમાંથી પસાર થનાર છે, જેના ટ્રેક બનવાની કામગીરી નસિલપોર ભટ્ટાઇ ગામ પાસે મહાકાય પ્રોજેક્ટ ધમધમી રહ્યો છે. જેની સાઈટ પરથી કેટલાક ગામના સ્થાનિક યુવાનોએ હાથફેરો કરતા પોલીસના હાથે ઝડપાયા છે. સરકારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખડના સળિયા, સ્ટીલ પ્લેટ, સ્ટીલ પોપ પ્લેટ, કપ લોક, સ્ટીલ ચેનલના કુલ 14 લાખ 85 હજાર 662ની કિંમતનો સામાન ચોરવા બદલ 2ની ધરપકડ કરાઇ છે.
નવસારી નસિલપોર ભટ્ટાઇ ગામે રહેતા મહમદ મુસા રાવત અને ઇમરાન શેખ નામના બે ઇસમોનીએ ચાલતા બુલેટ ટ્રેનની પ્રોજેક્ટ સાઈટમાં હાલમાં ગર્ડર અને પિલર મૂકવાની કામગીરી શરૂ છે. ત્યારે આ સાઈટ પર કિંમતી લોખડનો સામાન મૂકેલો હોય છે. ત્યારે આ સાઈટ મેનેજર અને અન્ય લોકોની નજર ચૂકવીને મસમોટાં વજનના લોખડનો સામાનની ચોરી થયાની જાણ મેનેજર આનંદપ્રતાપ સિં ના ધ્યાને આવતા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તપાસ કરતા સ્થાનિક કેટલાક લોકોની સંડોવાણી બહાર આવી હતી જે પૈકી પોલીસે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3ની શોધખોળ શરૂ છે.
પોલીસે લોખડ સાથે 2 વાહન પણ કબ્જે કર્યા છે અને વધુ મુદ્દામાલ કબ્જે કરવા સાથે અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તજવીજ હાથધરી છે. આ સમગ્ર પ્રકરણમાં લોખંડનો સામાન વેહેચાતો લેનાર ભગારના વેપારી સંડોવાયા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ થશે.
ચોરી થતી હતી તો સિક્યુરિટી ક્યાં?
હાલમાં કછોલથી પડઘા ગામમાં આશરે 10 કિમિની ત્રિજ્યામાં બુલેટ ટ્રેનના પુલનું કામ ચાલી રહ્યું છે. જ્યાં આસપાસ સામાન અને ભંગાર પડી રહેતો હોય ત્યાં સિક્યુરિટી નહિ હોય કે પછી કોઈના મેળાપીપળામાં 23 માર્ચથી 3 એપ્રિલ સુધી આશરે 15 લાખનો સમાન અને ભંગાર રાત્રિના સમયે ટ્રકમાં લઇ જવાતો હતો. ત્યારે કોઈને ખબર ન પડી? 3 માર્ચના રોજ એક છોટા હાથી ટેમ્પો આવ્યો તે સિક્યુરિટીના જવાનોએ જોયો અને ફરિયાદ નોંધાઇ.
પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ
નસીલપોરના ભંગારવાળાએ 10 દિવસમાં 14.85 નો મૂદામાલ ચોરી કરી હતી. જેમાં લોખંડની ચેનલની વોલર 15 કિંમત રૂ.2 લાખ, 70 હજારના ટીએમટી સળિયા, વોક વે સ્ટીલ પ્લેટ 25 નંગ, ફેબ્રિકેટેડ સ્ટીલ 2.5 ટન કિંમત રૂ.2.87 લાખ, 150 કિલો એચ.ટી.સ્ટીલ અને અન્ય ભંગાર 5 ટન કિંમત રૂ.4.20 લાખ મળી કુલ્લે મુદામાલ 14.85 લાખનો ચોરી લીધો હતો. જે પોલીસ દ્વારા બાતમીને આધારે રિકવર કરી લીધો હતો. આ ઉપરાંત ચોરી માટે વપરાતી ટ્રક અને છોટા હાથી 3 લાખ મળી કુલ 27.85 લાખના મુદામાલ સાથે 2ની અટક કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..