રેશન કાર્ડ કાઢવા માટે લાંચ પેટે એક યુવાન વિધવાનું શરીર ભોગવનારા 13 લોકો પર કુદરતની જોરદાર લાઠી ચાલી..

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ભટહટ નામનું ગામ છે. કજરી નામની 27 વર્ષની એક યુવતીનો પતિ 2018માં મૃત્યુ પામે છે. કજરીનાં સાસુ-સસરા અને મા-બાપ એને રાખવા તૈયાર નથી. આથી કજરી પતિએ ભટહટ ગામમાં લીધેલી એક નાનકડી ખોલીમાં એકલી રહેવા લાગે છે. ઘર તો મળ્યું, પણ જીવન વિતાવવું કેવી રીતે? એક વડીલ એને સલાહ આપે છે કે, કજરી જો રેશન કાર્ડ કઢાવી લે તો એને મહિને થોડું અનાજ પણ મળશે, વિધવા પેન્શન પણ મળશે અને મનરેગામાં દાડી-મજૂરી પણ મળશે.

કજરી રેશન કાર્ડનું ફેર્મ લઈને સહી કરાવવા માટે ગ્રામપ્રધાન પાસે જાય છે. વાસનાગ્રસ્ત ગ્રામ પ્રધાન એને શરીરસુખ આપવાની શરતે સહી કરી આપવાનું કહે છે. મજબૂર કજરી ઘણી આનાકાની કરે છે, પણ એનું કંઈ ચાલતું નથી. આખરે એ અબળા કમને ગ્રામપ્રધાનના શોષણનો ભોગ બને છે. એ પછી ગ્રામપ્રધાન સહી કરીને એને સેક્રેટરી પાસે મોકલે છે. એ પણ એની મજબૂરીનો લાભ લઈને શરીરસુખ માણે છે. પછી તો અનેક જોડાય છે. રોજગાર સેવક, ગ્રામપ્રધાન, સેક્રેટરી, ક્લાર્ક અને વચેટિયાઓ મળીને કુલ 13 લોકો એક સામાન્ય રેશન કાર્ડ બનાવી આપવા માટે કજરીનું શોષણ કરે છે, તેના પર રીતસરનો બળાત્કાર જ કરે છે.

રેશન કાર્ડ આવી ગયું. કજરીને મહિને પાંચ-છ કિલો અનાજ પણ મળવા લાગ્યું અને મનરેગામાં કામ પણ મળી ગયું. કજરીનું શોષણ કરનારા લોકો આરામથી ઘોરતા હતા, પણ એમને ખબર નહોતી કે હરામનું કદી કોઈને પચતું નથી, પછી ભલે એ રૂપિયો હોય કે રૂપ. કજરીએ માત્ર પાંચ કિલો અનાજ માટે 13 લોકો પાસે ચાર ચાર મહિના પોતાની અસમત લૂંટાવી હતી. જ્યારે જ્યારે કજરીને આ બધું યાદ આવી જતું ત્યારે ત્યારે એ પોક મૂકીને રડી પડતી. એ ભગવાનને કહેતી, ‘હે, ભગવાન! કહેવાય છે કે તારી લાઠીમાં અવાજ નથી હોતો, પણ મને તો હવે એમ લાગે છે કે તારી પાસે લાઠી જ નથી. મારી આબરૂ લૂંટાઈ, ગઈ પણ તારા પેટનું પાણીય ન હલ્યું..!’ કજરી ભગવાનને ફ્રિયાદ કરી રહી હતી ત્યારે આકાશમાં વીજળીનો કડાકો થયો. જાણે કડાકામાં ભગવાન જ બોલતા હોય કે, ‘બેટા, મારી પાસે લાઠી પણ છે અને ફ્ટકાર પણ છે. અને આ વખતે તો એવી મારીશ કે અવાજ પણ થશે અને દુનિયા પણ સાંભળશે. બસ, થોડી રાહ જો.’

પોતાના શરીર પર ભરાયેલા નહોરને રૂઝ વળે એની રાહ કજરી જોઈ રહી હતી. ત્રણેક મહિના વીતી ગયા. એક દિવસ કજરીને તાવ ચડયો. ગામના એક ડૉક્ટરને બતાવ્યું. એ ઝોલાછાપ હતો. દસ દિવસ સુધી કજરીને આરામ જ ન થયો. આથી એક દિવસ કજરી ગ્રામપ્રધાન પાસે ગઈ. ગ્રામપ્રધાને એને તાલુકા સ્થાને એક સારા ડૉક્ટર પાસે મોકલી આપી. એ ડૉક્ટરે ત્રણ દિવસની દવા આપી પણ આરામ ન થતા તેમણે એનો બ્લડ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટનો રિપોર્ટ જોતાં એમના પગતળેથી જમીન સરકી ગઈ. કજરી HIV પોઝિટિવ હતી. એટલે કે એને એઈડ્સ હતો. ડૉક્ટરે કજરીને જાણ કરી. કજરી રડવા માંડી. ડૉક્ટરે એને સાંત્વના આપીને કહ્યું, ‘ચિંતા ન કર. આ રોગની હવે તો સારી દવા ઉપલબ્ધ છે. સરકારી હોસ્પિટલમાં મફ્તમાં સારવાર થશે. હું તને ચિઠ્ઠી લખી આપીશ.’ કજરી ભાંગેલી ચાલે ઘરે આવી.

ડૉક્ટર ગ્રામપ્રધાનના ખાસ મિત્ર હતા. કજરી ગઈ પછી તરત જ તેમણે ગ્રામપ્રધાનને ફેન કરીને કજરીને એઈડ્સ હોવાની જાણ કરી. સમાચાર સાંભળીને ગ્રામપ્રધાનના હાથપગ ફૂલી ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે કજરીને એઈડ્સ થવાનો અર્થ પોતાના માટે શું થાય છે. તેમણે ડૉક્ટરમિત્ર આગળ બધી કબૂલાત કરી લીધી અને એમને વિનંતી કરી કે કજરીનો ફ્રી વાર રિપોર્ટ કરાવે અને સરકારી હોસ્પિટલમાં જ કરાવે. આથી ગ્રામપ્રધાન અને ડૉક્ટરે મળીને ફ્રી કજરીનો રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું.

ગ્રામપ્રધાન બીજા દિવસે સવારે જ કજરીના ઘરે જઈ તેને લઈ આવ્યા અને ડૉક્ટરને સાથે લઈને ગોરખપુરની બી.આર.ડી.(બાબા રાઘવદાસ.) કૉલેજ એન્ડ હોસ્પિટલમાં ગયા. આ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત છે. ત્યાં કજરીના ફ્રીથી ટેસ્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ એ જ આવ્યો કે કજરીને એઈડ્સ છે.

ગ્રામપ્રધાન આ સમાચાર સાંભળીને બહાર ચાલ્યા ગયા અને કારમાં બેસીને રડી પડયા, પણ ખેલ હજુ બાકી હતો. મજબૂર એક યુવતીના ઉપભોગ જેવા મોટા પાપની સજા હજુ તો બધાને મળવાની હતી. કજરીને એઈડ્સ છે એ સમાચાર ગ્રામપ્રધાને સેક્રેટરીને આપ્યા અને ધીમેધીમે એ 13 લોકોમાં એ સમાચાર ફેલાઈ ગયા જેમણે કજરીનું શારીરિક શોષણ કર્યું હતું. બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેટલાંક તો એમાંના 22-25 વર્ષના યુવાન હતા. લોકોને તાવ ચડી ગયો. બધાએ પોત-પોતાની રીતે શહેરથી બહાર જઈને પોતાના રિપોર્ટ કરાવાવનું શરૂ કરી દીધું, જેથી અહીં કોઈને ખબર ન પડે કે તેમને એઈડ્સ છે અને ભગવાનની લાઠી ચાલી, બરાબર ચાલી. એ 13એ 13 લાંચિયા નરાધમોનો HIV પોઝિટિવ આવ્યો. હવે રોવાથી પણ કોઈ પાર આવે એમ નહોતું. હવે બધા એમ જ ઈચ્છતા હતા કે કોઈ પણ સંજોગોમાં આ સમાચાર બહાર ન ફેલાય.

પણ ઉપરવાળો જ્યારે કોઈ કેસ હાથમાં લે છે ત્યારે પૂરેપૂરો ન્યાય કરીને જ રહે છે. કજરીનો બીજો રિપોર્ટ બીઆરડી સરકારી હોસ્પિટલમાં થયો હતો. ત્યાં નિયમ હતો કે એઈડ્સના કોઈ પણ પેશન્ટ આવે તેનું કાઉન્સેલિંગ કરીને હિસ્ટ્રી જાણવો. જેથી ખબર પડે કે આ રોગ એને ક્યાંથી લાગુ પડયો છે અને બીજા કોને કોને થયો હોઈ શકે છે. અઠવાડિયા પછી સરકારી હોસ્પિટલમાંથી કજરીનું તેડું આવ્યું. ચારેક લેડી કાઉન્સેલર કજરી પાસે બેઠાં અને પૂછપરછ શરૂ કરી. થોડી જ વારમાં કજરી ભાંગી ગઈ અને એની સાથે જે જે થયું હતું એની સિલસિલાબંધ વિગતો કહી દીધી. એણે તપાસકર્તાઓને 13એ 13 નરાધમોનાં નામ કહી દીધાં અને એ પણ જણાવ્યું કે તેમણે ક્યાં ક્યાં અને કેવી રીતે એની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. માત્ર રેશન કાર્ડ માટે એક યુવાન વિધવા 13 લોકોના શોષણનો ભોગ બની એ સાંભળીને લેડી કાઉન્સેલરોની આંખો ભરાઈ આવી હતી. એમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ફ્રી પોતાની રીતે પૂછપરછ કરીને 13 લોકોનાં નામ નોંધ્યાં. પોલીસનું કહેવું હતું કે, ‘એઈડ્સનો આ રોગ કદાચ કજરીને એના પતિ ધનજી પાસેથી જ મળ્યો હતો. કારણ કે એ પણ છ મહિના પહેલાં અજાણી બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. એ વખતે એણે જો સારા દવાખાને જઈ રિપોર્ટ કરાવી લીધો હોત તો કદાચ કજરીની જિંદગી બચી ગઈ હોત અને હવે કજરી સાથે શારીરિક સંબંધ બાંધનારા 13 વાસનાગ્રસ્તો પણ એઈડ્સગ્રસ્ત બન્યા છે ત્યારે જોખમ એમના પરિવારનું પણ છે. તેમાંના મોટાભાગના પરિણીત છે અને તેમની પત્ની સાથેના સંબંધમાં આ રોગ તેમને થયો હોવાની પણ સંભાવના છે.’

કજરીની ફ્રિયાદને આધારે બીજા દિવસે પોલીસે 13 શોષણખોરો વિરુદ્ધ કાયદેસરના એક્શન લીધા. બીજા દિવસે બધાં જ અખબારો, ટીવી. ચેનલોમાં 13 નરાધમોના આ અનોખા બળાત્કારનો ભોગ બનેલી યુવાન વિધવાની હૃદયદ્રાવક કહાની રજૂ થઈ. વાસનાખોરોએ એક રેશન કાર્ડ બનાવી આપવાની લાંચ પેટે એક યુવતીનો રેપ કર્યો એ જાણીને લોકો હચમચી ઊઠયા અને બધાનાં નામ પર થૂં…થૂં કરવા લાગ્યા. ત્યારે જાણે ભગવાન કહેતો હતો, ‘જોયુને..! મારી લાઠીમાં અવાજ નથી હોતો એવું નથી. હું ધારું તો લાઠીયે વીંઝું અને અવાજેય કરું.’ 

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો