અફઘાનિસ્તાનથી ભારત પહોંચેલા લોકોએ રડતા-રડતા તાલિબાન રાજની ભયનાક સ્થિતિનું કર્યું વર્ણન
અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનું રાજ સ્થપાઈ ગયું છે. લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પહેલા જ દેશ છોડી દીધો છે. અફઘાનિસ્તાનથી નીકળવાના એકમાત્ર રસ્તા કાબુલ એરપોર્ટ પર પણ નાસભાગ મચી છે. ગત રાત્રે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ 120 લોકોને લઇને દિલ્હી પહોંચી. ભારત પહોંચેલા લોકોએ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની ભયનાક સ્થિતિનું વર્ણન કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વાતચીતમાં અફઘાનિસ્તાન છોડીને આવેલા લોકોનું દેશ છોડવાનું દુ:ખ સ્પષ્ટ ઝલકી રહ્યું છે. દિલ્હી આવેલા એક વ્યક્તિએ કહ્યું કે, ‘સૌને ખબર છે કે ત્યાં કેવી સ્થિતિ છે, સૌને ખબર છે. અમારી સરકાર આજે પડી ભાંગી જેમના સહારે અમે આગળ વધવાનું વિચાર્યું હતું, કંઇક નવું કરવાનું વિચાર્યું હતું. અમારા દેશની જેવી સ્થિતિ છે તેનાથી વધારે સારી થઈ શકે, પરંતુ 20 વર્ષ બાદ અમે ફરી ત્યાં આવી પહોંચ્યા જ્યાં પહેલા હતા.”
ફ્લાઇટ દ્વારા કાબુલથી દિલ્હી પહોંચવા પર અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જમીલ કરજઈએ કહ્યું કે, “જ્યારે હું ત્યાંથી ભાગ્યો છું તો ત્યાંની સ્થિતિ શું હશે તમે સમજી શકો છો. અશરફ ગનીની ટીમ ગદ્દાર છે. તેમણે અફઘાનિસ્તાનના લોકોની સાથે ગદ્દારી કરી છે. લોકો તેમને માફ નહીં કરે.” અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ એક નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે, “આજે મારી સામે એક મુશ્કેલ પસંદગી આવી. મારે સશસ્ત્ર તાલિબાનનો સામનો કરવો જોઇએ જે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવા ઇચ્છતું હતું અથવા પ્રિય દેશ (અફઘાનિસ્તાન)ને છોડવો જોઇએ જેની મે છેલ્લા 20 વર્ષથી રક્ષા અને રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.”
તેમણે કહ્યું કે, “હું ત્યાં હોત તો વધારે હિંસા થઈ હોત.” ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનથી 129 મુસાફરો કાબુલથી દિલ્હી પહોંચ્યા છે. કાબુલથી દિલ્હી આવેલી એક મહિલાએ રડતા-રડતા કહ્યું કે, “વિશ્વાસ નથી થઈ રહ્યો કે દુનિયાએ આ રીતે અફઘાનિસ્તાનનો સાથ છોડી દીધો. અમારા તમામ દોસ્તો હવે માર્યા જશે, તાલિબાન લોકોની હત્યા કરી દેશે. હવે અમારી મહિલાઓને ત્યાં કોઈપણ અધિકાર નહીં મળે.’ કાબુલથી આવેલા મુસાફરોમાં રાજદ્વારી અને અધિકારીઓ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..