ઇજિપ્તના સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ, સાથે ચોથી શતાબ્દીના સિક્કા, ઘરેણાં પણ મળ્યા

ઇજિપ્તના હૈરાક્લિઓનમાં દરિયામાં 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ મળ્યું છે. અહીં ચોથી શતાબ્દીના સિક્કા અને ઘરેણાં પણ મળ્યા. ઇજિપ્ત અને યુરોપના પુરાતત્વવિદોએ ભેગા મળીને આ શોધ કરી છે. તેમના જણાવ્યાનુસાર, અંદાજે એક હજાર વર્ષ પૂર્વે અહીં એક હોડી ડૂબી ગઇ હતી. જેમાંથી સિક્કા મળ્યા છે. સિક્કા રાજા ક્લાડિયસ ટોલમી દ્વિતીયના કાર્યકાળના છે. ધાર્મિક સ્થળને સ્કેનિંગ ડિવાઇસની મદદથી શોધવામાં આવ્યું. ઘણી ઇમારતો પણ મળી છે, જે બહુ દૂર સુધી ફેલાયેલી છે.

6 ફીટ સુધીની મૂર્તિઓ પણ મળી

સમુદ્રના ઊંડાણમાં ઘણી પ્રાચીન ઇમારતો અને વાસણો પણ મળ્યા છે. છેલ્લા 15 વર્ષોમાં અહીંયા સમુદ્રમાં મરજીવાઓએ 64 પ્રાચીન હોડી, સોનાના સિક્કાનો ખજાનો, 16 ફીટ ઊંચી મૂર્તિઓ અને વિશાળ મંદિરના અવશેષો મળી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો