ઓસ્ટ્રેલિયામાં રહેતા સૌરાષ્ટ્રના 12 વર્ષીય શુભ પટેલને ફૂટબોલ રમવા કંઠી કાઢવાનું કહેવાતા કંઠી ખાતર ફૂટબોલની રમત છોડી દીધી
ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી મૂળના 12 વર્ષના શુભને ફૂટબોલ રમવા અંગે વિદેશમાં વિવાદ થયો છે. ઓસ્ટ્રેલિયામાં સૌરાષ્ટ્રના 12 વર્ષના શુભને ફૂટબોલ રમવા સ્વામિનારાયણ સંપ્રદાયની પહેરેલી કંઠી કાઢવા રેફરી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ સત્સંગી બાળકે કંઠી કાઢવાનો સ્પષ્ટ ઈનકાર કરલી દીધો હતો. એટલું જ નહીં બાળકે કંઠી કાઢવાના બદલે રમત જ છોડી દીધી હતી. આ ઘટના બાદ સૌરાષ્ટ્રના 12 વર્ષના શુભના ચારેબાજુ ચર્ચા જાગી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઓસ્ટ્રેલિયામાં રહેતા મૂળ ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની 12 વર્ષના શુભનો પરિવાર બ્રિસબનમાં રહે છે. આ પરિવાર સત્સંગી છે, અને તેમના પરિવારમાં 12 વર્ષના બાળકે વિદેશની ધરતી પર ભક્તિમાં લીન થઈને પોતાની રમત જ છોડી દઈને આસ્થાની શક્તિને સાબિત કરી છે. 12 વર્ષના શુભ પટેલને ફૂટબોલ રમતી વખતે રેફરીની નજર જતાં ગળામાં પહેરેલી કંઠી કાઢી નાંખીને મેચ રમવા જણાવ્યું હતું. પરંતુ શુભે રેફરીને ‘હું હિન્દુ સ્વામિનારાયણ છું’ તેમ કહીને કંઠી નહીં કાઢવા જણાવ્યું હતું. એટલું જ નહીં ફૂટબોલર શુભ પટેલે કંઠીના બદલે રમત જ છોડી દીધી હતી.
સૌરાષ્ટ્રના વતની 12 વર્ષના શુભનો પરિવાર મૂળ ભાવનગરના સિંહોર નજીકના ગામનો રહેવાસી છે. શુભના પિતાનું નામ હિમાંશુ પટેલ છે, જેઓ છેલ્લા ઘણાં સમયથી ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાં પરિવાર સાથે રહે છે. આખો પરિવાર સત્સંગી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે.
ગત રવિવારે ઓસ્ટ્રેલિયામાં 12 વર્ષનો શુભ પટેલ એક ક્લબમાં ફૂટબોલ રમવા માટે ગયો હતો. અહીં મેચ દરમિયાન રેફરીએ પહેલા તેના હાથમાં પહેરેલી રાખડી અને ગળામાં પહેરેલી કંઠી અન્ય ખેલાડીને ઈજા ન પહોંચે તેના માટે કાઢી નાંખવા જણાવ્યું હતું. જેથી શુભે તાત્કાલિક રાખડી તો કાઢી નાખી હતી, પરંતુ શુભને ગળામાં પહેરેલ કંઠી કાઢી નહોતી, જેથી આખો વિવાદ ઉભો થયો અને શુભે ભક્તિની આસ્થા માટે રમત છોડી દીધી હતી.
અત્રે નોંધનીય છે કે, આખી સમગ્ર ઘટનાને જાણી કોચે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. ફૂટબોલ એસોસિએશન દ્વારા શુભ તેમજ તેના પરિવારજનોની આ બનાવ અંગે માફી માગી હતી અને કંઠી સાથે રમવા પરવાનગી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..