મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 12 લોકો આવ્યા કોરોનાની ઝપટમાં, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા
મહારાષ્ટ્રમાં એક જ પરિવારના 12 સભ્યોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામમાં રહેતા આ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ 23 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેમને 19 માર્ચે મિરાજના એક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચારેય લોકો સાઉદી અરબથી હજ કરીને પરત આવ્યા હતા.
આવી રીતે વધતી ગઈ કોરોના વાયરસની ચેઇન
અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, આ પરિવાર સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામના રહેવાસી છે. સૌથી પ્હેલા હજથી પરત ફરેલા પરિવારના 4 સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 23 માર્ચે આ સૌના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પરિવારના વધુ 5 સભ્યોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ પાંચેય પણ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ મેડિકલ ટીમે પરિવારના વધુ 3 લોકોને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા. આ ત્રણેય પોઝિટિવ પુરવાર થયા. આ રીતે એક જ પરિવારના 12 લોકો ખતરનાક કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા.
અનેક લોકો આવી શકે છે તેની ઝપટમાં
આ દરમિયાન સાંગલી જિલ્લાના સિવિલ સર્જન સંજય સાલુનખેએ કહ્યું કે આ પરિવારના સંપર્કમાં આવનારા તમામ લોકોના સેમ્પલ હવે લેવામાં આવી રહ્યા છે. આ સૌના રિપોર્ટ હવે શુક્રવારે આવવાના છે. ડૉક્ટરોને એ વાતનો ડર છે કે કોરોનાની આ ચેઇન ઘણી લાંબી હોઈ શકે છે. એટલે કે આ ગામના અનેક લોકો તેની ઝપટમાં આવી ગયા હશે. આ ઉપરાંત ડૉક્ટરોએ પરિવારના તમામ નજીકના સંબંધીઓને આઇસોલેટ કરી દીધા છે..
સાંગલી જિલ્લાના કલેક્ટર અભિજીત ચૌધરીએ ગુરુવારે જણાવ્યું કે, ત્રણ નવા કેસ પોઝિટિવ આવ્યા છે જે તમામ એકબીજાના સંબંધીઓ છે. આ લોકોના સેમ્પલ પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં મોકલાયો હતો. કલેક્ટરે જણાવ્યું કે, આ ત્રણ સંબંધીઓમાંથી એક પેઠવડગાંવના છે.
સાંગલી જિલ્લા સિવિલ સર્જન સંજય સલૂંખેએ જણાવ્યું કે, ‘અમે પહેલાથી જ પરિવારના નજીકના 11 સંબંધીઓના સ્વેબ સેમ્પલ મોકલી દીધા હતા. આ લોકો પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. તેમના રિપોર્ટ શુક્રવારે આવશે. બીજી એક ટીમ ઈસ્લામપુર મોકલવામાં આવી છે. જ્યાંથી વધુ 23 નમૂના લેવાશે. તેમને ઘરમાં જ ક્વોરન્ટીન કરાશે.’
મહારાષ્ટ્રમાં સંખ્યા વધી રહી છે
આ દરમિયાન, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 3 લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે 130 લોકો અત્યાર સુધી સંક્રમિત છે. કોલ્હાપુર, સાંગલી અને પુણેના એક-એક નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્ફ્યૂ દરમિયાન લોકોને કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. કરિયાણાનો સામાન, દૂધ, બેકરી, ચિકિત્સા વગેરે આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યએ સંક્રમણ રોકવા માટે સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લગાવી દીધો છે, તેની સાથોસાથ રસ્તા પર થૂંકનારા પર 1000 રૂપિયાનો દંડ પણ જાહેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..